તથ્ય કાંડ પાર્ટ-2! સુરતમાં કારચાલકે સાત લોકોને ઉલાળ્યા : ત્રણના મોત

Gujarat, Crime | Surat | 08 June, 2024 | 03:49 PM
પિતા-પુત્ર સહિત ત્રણનો ભોગ લેવાયો : સગર્ભા યુવતિ સહિત ચારને ગંભીર ઇજા : કાર ચાલકની ધરપકડ
સાંજ સમાચાર

સુરત, તા. 8
અમદાવાદનાં તથ્ય કાંડ જેવી ઘટના ફરી એકવાર સુરતમાં બની છે અને ગઇકાલે રાત્રે વરાછા વિસ્તારમાં ફુલ સ્પીડમાં  આવતી એક હોન્ડા સીટી કારે એક પરિવારને ઉડાડી દેતા પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત નિપજયા છે અને ચાર લોકોને ઇજા પહોંચી છે. 

ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક સુરતમાં અકસ્માતની ગોઝારી ઘટના સામે છે. વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. 

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ સુમારે એક હોન્ડા સિટી કાર પુરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાન કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં બાઈક પર બેઠેલા લોકોને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

જેમાં એક સગર્ભા મહિલાનો સમાવેશ થાય છે. આ અકસ્માતનો ભોગ બનેલા મૃતકના નામ વિયાન દેવેશભાઈ વાઘાણી (ઉં.વ. 6) તથા દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉં.વ. 29) નો સમાવેશ થાય છે. દરમ્યાન સુરતના ઉત્તરણ પોલીસે આ અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. 

આ અકસ્માતની અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. મહંતે જણાવ્યું હતું કે, ’જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામની વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તે અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયાવ વિસ્તારમાં રહે છે. તે અમદાવાદથી પરત ફરતી વખતે તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.’

પુરપાટ ઝડપે આવતી કારે ક્ષણભરમાં પરિવાર વેરવિખેર કરી નાખ્યો હતો. અકસ્માતમાં છ વર્ષીય વિયાન વાઘાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા દેવેશભાઈ વાઘાણીનું પણ પુત્રના મોતના 11 કલાકમાં મોત નીપજ્યું છે, જ્યારે દેવેશભાઈની સાળી હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. 

દેવેશભાઈની સાળી ગામડેથી આવી હોવાથી તે બે દિવસમાં પરત જવાની હતી, જેથી દેવેશભાઈ તેમના એક સાઢુભાઈ સંકેત, તેમની સાળી, તેમનો સાળો અને તેમના દીકરા સાથે રિંગ રોડ પર ભેગા થયાં હતાં. આ તમામ લોકો રિંગ રોડ પર સાઈડમાં બાઈક પાર્ક કરીને બેઠાં હતાં. આ દરમિયાન એક કારચાલક પૂરપાટ ઝડપે આવ્યો હતો અને સીધો જ બાઈક સહિત તમામ લોકોને અડફેટે લઈ લીધા હતા.

મૃતકની ગર્ભવતી પત્નીની હાલત ગંભીર
તમામ ઈજાગ્રસ્તોમાં દેવેશભાઈ અને મૃતક સંકેતની ગર્ભવતી પત્નીની હાલત ખૂબ જ ગંભીર હતી, જેમાં અગિયાર કલાક જેટલી સારવાર દરિયાન દેવેશભાઈએ પણ દમ તોડી દીધો હતો. 29 વર્ષીય સંકેત હિંમતભાઈ વાવડિયા મોટાવરાછા ખાતે પરિવાર સાથે રહેતો હતો. મૂળ ભાવનગરના લોઈછડા ગામના વતની છે અને 8 વર્ષથી સુરતમાં રહે છે. 3 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.

હાલ સંકેતની પત્ની 6 માસથી ગર્ભવતી છે અને આવતા મહિને શ્રીમંત કરવાના હતા. આ ગમખ્વાર અકસ્માતમાં સંકેતનું મોત નીપજ્યું હતું. હાલ સંકેતની પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj