અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા 4 આતંકીઓની પૂછપરછમાં વધુ 3 નામો ખુલ્યા, બેની અટક

Gujarat | Ahmedabad | 29 May, 2024 | 05:19 PM
પકડાયેલા 4 આતંકીઓના 14 દી’ના રિમાન્ડ મંજૂર: શ્રીલંકાથી પકડાયેલા બે શખ્સોને ઝડપવા ગુજરાત એટીએસ શ્રીલંકા જશે
સાંજ સમાચાર

અમદાવાદ,તા.29
ગત 20 મેના રોજ ગુજરાત એટીએસએ અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આ ચારેય આતંકીઓની સઘન પૂછપરછ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ કેસની તપાસમાં ગુજરાત એટીએસ સાથે કેન્દ્ર સરકારની એજેન્સીઓ, તામિલનાડુ એટીએસ અને શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ હતી. આ ચાર આતંકીઓના રિમાન્ડ દરમિયાન વધુ 3 નામો ખૂલ્યાં છે.

4 આતંકીઓના રિમાન્ડ દરમિયાન જે 3 નામો સામે આવ્યાં એમાંથી 2 લોકોની શ્રીલંકા પોલીસે અટકાયત કરી લીધી છે, જયારે ત્રીજા ઓસ્મંડ ગેરાન્ડ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઓસ્મંડ ગેરાંડે આ ચાર આતંકીઓને ચાર લાખ રૂપિયા આપ્યા હતા. ઓસ્મંડ ગેરાન્ડ તેમજ અન્ય બેએ આ 4 આતંકીઓને ભારત આવવા માટે મદદ કરી હતી. વોન્ટેડ જાહેર કરાયેલો ઓસ્મંડ ગેરાન્ડ પોલીસથી બચવા વેશ બદલીને સતત ભાગતો ફરે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ ગુજરાત એટીએસ શ્રીલંકા જઈ શકે છે. પકડાયેલા બે શખ્સો તેમજ તેમના મોબાઈલ જપ્ત કરવા માટે ગુજરાત એટીએસ શ્રીલંકા જાય તેવી સંભવાના છે. એ બે શખ્સો પાસેથી તેમજ તેમના મોબાઈલમાંથી પણ અનેક પુરાવા મળે તેવી પૂરી શક્યતા રહેલી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા ચારેય આતંકીઓના ઘરે સર્ચ દરમ્યાન વાંધાજનક વસ્તુઓ અને સામગ્રી મળી આવી હતી. પહેલા આ ચાર આતંકીઓ શ્રીલંકાના મુસ્લિમ ધર્મના પ્રચારકના સંપર્કમાં આવ્યા હતા. આ ચારેય આતંકીઓ 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા. બાદમાં આ મુસ્લિમ ધર્મના પ્રચારકે ચારેય આતંકીઓને અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરાવ્યો હતો.

ગુજરાત અઝજની ટીમે હાઈવે પરના કેમેરાની મદદથી અમદાવાદના ચિલોડા નજીકથી પસાર થયેલા 78000 વાહનોના ડેટા એકત્ર કર્યા છે, આ સાથે 13000 વાહનની તપાસ કરવામાં આવી છે. પંજાબ પાસ્કિતાન બોર્ડર પર હથિયારોનું ડ્રોન લેન્ડિંગ થયાની શક્યતા છે. હવે ગુજરાત અઝજની ત્રણ ટીમો દિલ્હી,રાજસ્થાન અને પંજાબમાં તપાસ કરવા રવાના થઇ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj