અમદાવાદમાં કાર વિક્રેતા પર ઈન્કમટેકસનાં દરોડા

Gujarat | Ahmedabad | 10 May, 2025 | 11:59 AM
રાજકીય નેતાઓ-અધિકારીઓની ‘ફેવરીટ’ ઓટો એજન્સીમાં કાફલો ત્રાટકયો
સાંજ સમાચાર

અમદાવાદ
ગુજરાતમાં ફરી એક વખત ઇનકમ ટેક્સની ટીમ એક્ટિવ થઈ ગઇ છે. એસજી હાઇવે પરની એક ઓટોમોબાઈલ એજન્સીની પર ઈનકમ ટેક્સની ટીમે દરોડા પાડીને સર્ચ શરૂ કર્યું છે. ઓટોમોબાઇલ એજન્સીના વગદાર માલિકે ગુજરાતમાં સાતેક એજન્સીઓ લઇ લીધા બાદ ગાડીઓ ઓન મની વેચવાનું શરૂ કરી દીધું હતું.

હાલ શોરૂમ ગોડાઉન અને વગદાર માલિકના બંગલા પર સર્ચની કામગીરી ચાલી રહી છે. સરકારી બાબુઓ અને રાજકીય અગ્રણીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોની માનીતી આ ખાસ ગાડીની ખૂબ જ માગ હોવાથી મહિનાઓનું વેઇટીંગ ચાલતું હોય છે.

આ ગાડી આપવા માટે ધારાસભ્યો અને મંત્રીઓના લેટરનો આગ્રહ રાખતા ઓટોમોબાઈલ એજન્સીના માલિક સામે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તેમની કરચોરી પણ સામે આવે તેવી સંભાવના છે.

નાણાંકીય વર્ષના પ્રારંભમાં આયકર વિભાગની ટીમે એસજી હાઇવે પરના એક ઓટોમોબાઈલ એજન્સી પર શુક્રવારે દરોડા પાડીને સર્ચની કામગીરી શરૂ કરી હતી. ગાંડીઓના વેઈટીંગ ચાલતા હોવાથી આ એજન્સીના માલિક દ્વારા તેનો દુરૂપયોગ કરીને ગ્રહકો પાસેથી બુકીંગના નામે એડવાન્સમાં રૂપિયા પડાવી છ-આઠ મહિના બાદ ગાડીની ડિલિવરી આપવામાં આવતી હતી.

આ ઉપરાંત ડિમાન્ડમાં હોય તેવી ગાડીઓ પર તો તેઓ ખોટી રીતે ઓન મની પણ લેતા હતા. ઘણા સેન્ટ્રલ એજન્સીઓના અધિકારીઓ પણ તેમનો ભોગ બન્યા હતા.

આયકર વિભાગના અધિકારીઓને ફરિયાદ મળી હતી અને એજન્સીના માલિક દ્વારા કરોડો રૂપિયાની કરચોરી કરવામાં આવતી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. અધિકારીઓ દ્વારા પુરતા હોમવર્ક બાદ ગુરુવારે દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી છે. એજન્સીના શોરૂમ, ગોડાઉન અને માલિકના ઘરે હાલ તપાસ ચાલી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj