પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ ડિવિઝનથી પસાર થતી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસમાં હંગામી ધોરણે એક વધારાનો સ્લીપર ક્લાસનો કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેની વિગતો આ મુજબ છે : ટ્રેન નંબર 22958/22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસમાં 02 મે, 2025 થી 14 મે, 2025 સુધી ગાંધીનગર કેપિટલ થી અને 01 મે, 2025 થી 13 મે, 2025 સુધી વેરાવળથી એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ જોડવામાં આવશે.
ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail. gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy