► દુનિયામાં સૌથી વધુ ટેકસ વસુલતા દેશોમાં ભારત એક હોવાની પણ ગર્ભિત ટકોર
વોશીંગ્ટન,તા.19
અમેરિકામાં એલન મસ્કનાં વડપણ હેઠળના સરકારી દક્ષતા વિભાગ (ડીઓજીઈ) દ્વારા ભારત સહીતનાં રાષ્ટ્રોને આર્થિક મદદ રોકી દેવામાં આવી છે તેનું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થન કરતા એવો સવાલ ઉઠાવ્યો હતો કે ભારત પાસે ઘણા પૈસા છે તો 21 મીલીયન ડોલરની સહાય શું કામ કરીએ? ભારત અને મોદી પ્રત્યે આદર હોવા છતાં સહાયની વાત પર તેઓએ સવાલ ઉઠાવ્યો હતો.
ફલોરિડાનાં મારેલાગો ખાતે પત્રકાર પરિષદમાં વિદેશોને અપાતી નાણાંકીય મદદ પર મસ્કે રોક મુકવા સંબંધી સવાલ પર ટ્રમ્પે કહ્યું કે ભારત પાસે ઘણા પૈસા છે. તેવામાં અમેરીકા તેને 21 મીલીયન ડોલર (1.82 અબજ રૂપિયા) શું કામ આપે? આ વાત સમજની બહાર છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત દુનિયામાં સૌથી વધુ ટેકસ વસુલતા દેશોમાંથી એક છે ઉંચા ટેરીફને કારણે ભારત સાથેના વ્યાપાર વ્યવહાર ઘણા મુશ્કેલ છે.ભારત અને તેના વડાપ્રધાન પ્રત્યે પુરતો આદર છે અને આર્થિક સહાયની વાત સમજની બહાર છે મોદી તાજેતરમાં જ અમેરીકાનાં પ્રવાસે આવ્યા હતા.
એલન મસ્કનાં નેતૃત્વ હેઠળના વિભાગે થોડા દિવસો પૂર્વે એવુ જાહેર કર્યું હતું કે ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા ટકાવારી વધારવા માટે તેને અપાતી 21 મીલીયન ડોલરની સહાય રોકી દેવાનો નિર્ણય લેવાયો છે. અમેરીકી સરકાર ખર્ચમાં કાપ મુકી રહી છે. અને તેના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
ભારતની ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે તે માટે અમેરિકા દ્વારા 21 મીલીયન ડોલરની આર્થિક મદદ કરવામાં આવી હતી.અમેરિકાનાં આ ફેસલા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર સંજીવ સન્યાલે પણ સવાલ ઉઠાવ્યા હતા અને અમેરીકાની આર્થિક સહાયને સૌથી મોટો ગોટાળો ગણાવ્યો હતો.
ભારતમાં મતદાનની ટકાવારી વધારવા તથા બાંગ્લાદેશમાં રાજકીય માહોલ મજબુત કરવા અપાયેલા નાણા કોને મળ્યા છે. અમેરિકી ફંડીંગ મામલે રાજકીય પ્રત્યાઘાતો પણ ઉઠાવ્યા છે વર્ષ 2012 માં ચૂંટણી પંચને અપાયેલા ફંડ વિશે ભાજપ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.કોંગ્રેસ શાસન વખતે આ ભંડોળ શું કામ અપાયું હતું. અમેરિકી સહાય ભારતીય પ્રક્રિયામાં ડખલગીરી ગણાવી હતી.
ભાજપના નેતા અમિત માલવીયાએ પણ આ નાણાંથી કોને લાભ થયો હતો તેવો સવાલ ઉઠાવ્યો હતો. ત્યારે કોંગ્રેસે વળતા પ્રહારમાં 2014 માં ભાજપ સરકારની રચના પર આંગળી ચીંધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy