રફાહમાં નરસંહાર સામે ભારતનો મોટો નિર્ણય: ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલ વિરૂદ્ધ મતદાન કર્યું

India, World | 29 May, 2024 | 05:33 PM
ભારતીય ન્યાયાધીશ ભંડારીએ ઈઝરાયેલ વિરૂદ્ધ મતદાન કરતા સવાલો ઉઠયા, બંન્ને દેશોના સંબંધોમાં બદલાવ?
સાંજ સમાચાર

તેલઅવીવ(ઈઝરાયેલ) તા.29
ઈઝરાયેલે ગાઝાને તબાહ કર્યા બાદ રફાહમાં નરસંહારથી સેંકડો લોકો નિદ્રામાં જ ચિર નિદ્રામાં પોઢી ગયા હતાં.બીજી બાજુ ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારીએ વિશ્વ અદાવતમાં ઈઝરાયેલ વિરૂદ્ધ મતદાન કર્યુ હતું. ત્યારે ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલ મતદાન બાદ સવાલો ઉઠી રહ્યા છે. કે શું ભારત અને ઈઝરાયેલના સંબંધોમાં ફેરફાર થવા લાગ્યો છે?જો કે આ મામલે હાલમાં ઈઝરાયેલ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

ગાઝાને તબાહ કર્યા બાદ હવે ઈઝરાયેલની સેના રફાહમાં પણ નરસંહાર કરી રહી છે. દુનિયાના તમામ દેશો અને ઈન્ટરનેશનલ કોર્ટની ધમકીઓ છતાં બેન્જામિનની સેના સતત પોતાનું ઓપરેશન ચલાવી રહી છે. રવિવારના રોજ, ઇઝરાયેલી સંરક્ષણ દળે રફાહમાં શરણાર્થી શિબિરો પર હુમલો કર્યો હતો.

અહેવાલ મુજબ, ઇઝરાયેલે ગાઝા અને પશ્ચિમ કાંઠેથી ભાગી રહેલા લોકો પર હવાઈ હુમલા કર્યા છે અને પેલેસ્ટિનિયન અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં નુસિરતના જબાલિયામાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે.

તાલ-અસ-સુલતાન ઓછામાં ઓછા 160 લોકો મૃત્યુ પામ્યા છે. હુમલા બાદ કેમ્પનો નજારો એટલો ભયાનક છે કે ચારેબાજુ ચીસો છે. કેટલીક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે તો કેટલીક જગ્યાએ મૃતદેહોને બાળવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, આ હુમલો ગાઝા અને પશ્ચિમ કાંઠા વિસ્તારમાં રાત્રિના અંધકારમાં થયો હતો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા. ઊંઘમાં જ તેણે આ દુનિયા છોડી દીધી. આ તે લોકો હતા જેઓ 15 દિવસ પહેલા ઈઝરાયેલના હુમલામાંથી બચી ગયા હતા અને શરણાર્થી શિબિરોમાં આશરો લીધો હતો.

ઈઝરાયેલના બોમ્બમારામાં ઘણા લોકો જીવતા સળગી ગયા હતા. હુમલામાં મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઈઝરાયેલના હુમલામાં ઘણા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

બીજીબાજુ ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારીએ વિશ્વ અદાલતમાં ઈઝરાયેલ વિરુદ્ધ મતદાન કર્યું છે. વિશ્વ અદાલતે એક કેસમાં ઈઝરાયેલ વિરુદ્ધ આદેશ આપ્યો હતો, જેને સમર્થન આપતા ભારતીય ન્યાયાધીશે ઈઝરાયેલ વિરુદ્ધ મતદાન કર્યું હતું. ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયલ વિરુદ્ધ મતદાન બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારત અને ઈઝરાયેલના સંબંધોમાં બદલાવ આવવા લાગ્યો છે.

જો કે ભારતના આ પગલા પર હાલમાં ઈઝરાયેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. દલવીર ભંડારી પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી રહ્યા છે. તેઓ 2012 થી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીઆઈ) ના સભ્ય છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj