હૈદરાબાદ,તા.26
ભારત આગામી સમયમાં હવે અતિ આધુનિક હાયપરસોનિક મિસાઈલના નિર્માણમાં આગળ વધી રહ્યું છે અને તેમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને પ્રથમ વખત અવાજ કરતા પણ પાંચ ગણી વધુ ગતી ધરાવતા અને એરબ્રીજીંગ જેટ એન્જીન ધરાવતા હાયપરસોનિક મિસાઈલનું પરિક્ષણ કર્યુ છે.
આ મિસાઈલની ખુબી એ છે કે, તેને ભારેખમ ટર્બાઈનની જરૂર રહેતી નથી. પરંતુ તે હવા ખેંચીને ઈંધણ સાથે તેને મિકસ કરે છે અને તેના કારણે મિસાઈલ એ અવાજ કરતા પણ પાંચથી 10 ગણી સુધી વધુ ઝડપે ઉડી શકે છે.
આ પ્રકારના એન્જીનને સ્કેમ જેટ એન્જીન પણ કહેવાય છે અને તેનું સફળ પરિક્ષણ કરનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે અને અમેરિકા અને ચીનને પણ પાછળ રાખી દીધુ છે.
જયારે પાકિસ્તાન પાસે આ ટેકનોલોજી ઉપલબ્ધ પણ નથી. ડીઆરડીઓએ સંપૂર્ણપણે ઘરેલુ રીતે આ ટેકનોલોજી વિકસાવી છે. રસપ્રદ બાબત એ છે કે અમેરિકા પણ આ ટેકનોલોજીનું 240 સેકન્ડ સુધી પરિક્ષણ કરી શકયુ છે જયારે ભારતે તેનું 1000 સેકન્ડ સુધી પરિક્ષણ કર્યુ છે. આમ ભારત માટે એક મહત્વની સિદ્ધિ પણ મળી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy