► ટીમ ઇન્ડિયા હોટેલ સયાજીમાં તો ઇંગ્લેન્ડ ટીમ હોટલ ફોર્ચ્યુનમાં રહેશે
►પાંચ ટી20 મેચની સીરીઝ પૈકી ત્રીજો મેચ રાજકોટમાં રમાશે : બુક માય શો વેબસાઈટ અને મોબાઈલ એપ પર થી ટીકીટ ખરીદી શકાશે : 1500 થી 7000 સુધી ટિકિટના ભાવ
► ટીકીટ વેચાણ :
22 જાન્યુઆરી થી ટીકીટ વેચાણ શરૂ થશે જે રૂ.1500 થી લઇ રૂ.7000 સુધી રહેશે. બુક માય શો મોબાઈલ એપ અથવા વેબસાઈટ પરથી ટીકીટ ખરીદી શકાશે.
રાજકોટ :
આગામી 28 જાન્યુઆરી મંગળવારે જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 મેચ રમાશે. ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝ પૈકી ત્રીજો મેચ હશે. ટી20 મેચ માટે 22 જાન્યુઆરી બુધવારે ટીકીટ વેચાણ શરૂ થશે. રાજકોટમાં ફેબ્રુઆરી 2024માં છેલ્લે ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાયો હતો. ત્યારબાદ હાલમાં જાન્યુઆરીમાં ભારત અને આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝ રમાઈ હતી.
►ટીમનું આગમન અને નેટ પ્રેકિટસ :
ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ બન્ને ટીમ 26 જાન્યુઆરીના પ્રાઇવેટ ચાર્ટર વિમાન મારફત ચેન્નાઇ થી રાજકોટ પહોંચશે.25 જાન્યુઆરીના ચેન્નઈમાં મેચમાં છે. 27 જાન્યુઆરીના ઇંગ્લેન્ડ ટીમ સવારે અને ઈંડિયા ટીમ બપોરે મેચ પ્રેકિટસ કરશે. 28 મી મેચ રમશે અને 29 મીએ બન્ને ટીમ પુણે માટે રવાના થશે. ટીમ ઈંડિયા હોટલ સયાજીમાં તો ઇંગેલન્ડ ટીમ ફોર્ચ્યુંન હોટલમાં રહેશે.
ટીમ ઈંડિયા : સૂર્યકુમાર યાદવ - કેપ્ટન, અક્ષર પટેલ - વાઈસ કેપ્ટન, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન - વિકેટ કીપર, નીતિશ કુમાર રેડ્ડી, તિલક વર્મા, રિંકુ સિંહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, અભિષેક શર્મા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ - વિકેટ કીપર, સિતાંશુ કોટક - બેટિંગ કોચ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy