નવા કાયદામાં સરકાર સુવર્ણકારોને રાહત આપે

જૂના દાગીના ખરીદતા વેપારીઓને થતી કનડગત રોકવા રજૂઆત

Saurashtra | Rajkot | 11 June, 2024 | 04:29 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.11
ગુજરાત સુવર્ણકાર સુરક્ષાસેતુ ગુજરાતના સુવર્ણકાર સંસ્થા છે જેમાં 80000 વેપારીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે આ સંસ્થાના પ્રમુખ નીલેશ લુમ્બાણીએ સરકારને સુવર્ણ કારોને થતી મુશ્કેલી અંગે રજુઆતો અને સુચનો રજુ કર્યા છે.

જેથી સોની વેપારીઓને જુના દાગીના લેતી સમયે હાલાકીનો સામનો કરવો ન પડે. સામાન્ય રીતે કોઈ વ્યકિત સોનીના વેપારી પાસે જુના દાગીના વહેચવા આવે ત્યારે તેને જાણ નથી હોતી કે વેચનાર ચોર છે કે સામાન્ય વ્યકિત આપી વેપારી જુનુ દાગીના ખરીદે લે છે. પરંતુ જયારે જાણ થાય છે.કે મળેલ દાગીના ચોરીના છે ત્યારે વેપારી સાથે કનડગત થાય છે. વેપારીઓ સાથે ચોર જેવો વ્યવહાર કરવામાં આવે છે આથી વેપારીઓેને ભારે હાલાકી પડી રહી છે.નીલેશભાઈ બુમ્બાણીએ જણાવ્યું કે, આગામી માસમાં સરકારનો નવો કાયદો આવી રહ્યો છે.

 જયારે કોઈ ચોર પકડાય છે ત્યારે ચોર ખોટી ઓળખ ઉભી કરી વેપારીને ટાર્ગેટ કરે છે. ચોરાવ દાગીના કાયમી અહીં વેચાણ છે તેવું ચોર જણાવી વેપારીઓને ફસાવે છે. આમ વેપારીઓ આરોપી બનાવી દેવામાં આવે છે.વેપારી નીલેશભાઈની રજુઆત છે કે સોનીએ ફિડેવિટ આધાર કાર્ડ વગર દાગીનાની ખરીદી કરવી નહીં તુટેલા દાગીનાની ખરીદી વખતે લોકલ પોલીસ સ્ટેશનને એનઓસી લઈ ખરાઈ કરી ખરીદી કરવી જુના દાગીના લેતી વખતે કયા સોની કે વેપારી બનાવવું અને જવેલર્સનું નામ પુછી ખરાઈ કરવી, તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ ઓનલાઈન આઈડીપુુ્રફની ખરાઈ કરી વેચનારની સહી કરાવી ખરીદી કરવી.જયારે ખરીદી  કરી હોય તે સમયનું સીસીટીવી રેકોર્ડ રાખવું જેથ જે-તે સમયે પોલીસની પુછપરછ સમયે પુરાવા તરીકે રજુ કરીએ પોલીસ અધિકારીઓ એ ચોરી કરેલ ચોરના ફોટા તમામ સોની વેપારીઓને મોકલવા જેથી કો વેપારી પાસે ચોર માલવેચવા આવે તો  વેપારી પોલીસને જાણ કરી શકે.હોલસેલ દાગીના લઈને જતા વેપારીઓના બેગ જાહેરમાં ચેક ન કરવા જોઈએ અનેકવાર જાહેરમાં ચેકીંગ થતુ હોવાથી લુંટ થવાની શકયતા વધી જાય છે.આગામી સમયમાં જાહેર થવા જઈ રહેલ નવા નિયમોમાં સુવર્ણકારોની હિતને ધ્યાનમાં લઈ નિર્ણય લેવા રજૂઆત કરી છે.

► એફીડેવીટ, આધાર આઈડી વગર ખરીદી કરવી નહી.
► તુટેલા દાગીના માટે લોકલ પોલીસ સ્ટેશનથી એનઓસીની માંગ કરવી.
► જુના દાગીના કયા વેપારીઓ પાસેથી ખરીદ્યા તેની વિગત લેવી.
► દાગીના ખરીદીના સીસીટીવી ફુટેજ પ્રુફ તરીકે રાખવા.
► હોલસેલ દાગીનાની બેગ પોલીસે જાહેરમાં ચેક ન કરવી.
► ચોરી કરનાર ચોરના ફોટા વેપારીઓને મોકલવા

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj