તેલઅવીવ(ઈઝરાયેલ) તા.22
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલના આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ રાજીનામું આપી દીધું છે. અહેવાલો કહે છે કે તે હમાસને હુમલો કરતા રોકવામાં સક્ષમ ન હોવા અંગે નાખુશ હતા.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને લઈને ઈઝરાયેલના ટોચના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અહેવાલો અનુસાર, તેઓ યુદ્ધવિરામથી દુખી હતા. તેમનું કહેવું છે કે હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ પૂરો થયો નથી. જ્યારે હમાસના હુમલાને રોકી શકાયો નથી.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ઘણી વખત કહ્યું હતું કે, જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ અટકશે નહીં. જોકે, ગાઝામાં રવિવારે યુદ્ધવિરામ થયો હતો. આ પછી ઈઝરાયેલ અને હમાસ બંનેએ બંધકોને મુક્ત કર્યા છે.
હાલેવીએ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે 7 ઓક્ટોબરે હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળતાથી તે ખૂબ જ દુખી છે. તેણે કહ્યું હતું કે ટૂંક સમયમાં તે કોઈ સક્ષમ વ્યક્તિને તેની જવાબદારી સોંપવાનું વિચારશે.
15 મહિના પહેલા હમાસે ઈઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 1200 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100 લોકોને બંધક બનાવ્યા હતા. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલો કરીને 46 હજાર પેલેસ્ટાઈનીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસે પ્રથમ તબક્કામાં ત્રણ મહિલા બંધકોને મુક્ત કર્યા છે. બદલામાં, ઇઝરાયેલે 90 મહિલા બંધકોને મુક્ત કર્યા છે. હાલમાં 33 બંધકોને મુક્ત કરવા માટે હમાસ સાથે ડીલ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy