મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું: કબૂલાત

Crime | Morbi | 10 May, 2025 | 12:25 PM
રીમાન્ડ દરમ્યાન વિગત ખુલી: હથિયાર કબ્જે લેવાનું બાકી: ડીવાયએસપીએ માહિતી આપી
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.10
મોરબીના ખાખરાળા ગામે વેકેશન કરવા માટે ઘરે આવેલ યુવાનની શા માટે કરવામાં આવી હતી તે પ્રશ્ર્ન યથાવત હતો તેવામાં આરોપીની ધરપકડ કરીને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે અને આરોપી તેમજ મૃતકને બાઇક અથડાવવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ખાખરાળા ગામે કિશન જગદીશભાઇ કરોતરા (21) નામના યુવાનની તે જ ગામના સાગર ઉર્ફે મૂળુ આયદાનભાઈ ડાંગર નામના શખ્સે છરીના ઘા મારીને હત્યા કરી હતી અને આરોપી સ્થળ ઉપરથી કારમાં નાશી ગયો હતો જેથી પોલીસે મૃતક યુવાનના પિતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)ની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

અને આરોપીની મૂળુ ઉર્ફે સાગર આયદાનભાઈ ડાંગર રહે. મૂળ ખાખરાળા હાલ નાની વાવડી વાળાની અમદાવાદમાં આવેલ ગીતા મંદિર પાસેથી ધરપકડ કરી હતી અને આરોપી હાલમાં પોલીસના પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે.
ખાખરાળા ગામે રહેતા ફરિયાદી જગદીશભાઇનો મૃતક દીકરો કિશન કરોતરા રાજકોટ ખાતે અંગ્રેજી વિષય સાથે બી.એડ. નો અભ્યાસ કરતો હતો. અને તેની સાથે જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો અને ત્યાં વેકેશન પડ્યું હતું જેથી તે પોતાના ઘરે ખાખરાળા આવ્યો હતો જો કે, તેની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે પ્રશ્ન બનાવ બનેલ હતો ત્યારથી જ ઊભો હતો કેમ કે, મૃતક યુવાન છરીના ઘા ઝીકવામાં આવેલ હોવાથી મૃત્યુ પામ્યો હતો અને આરોપી નાશી ગયો હતો.

જો કે, ડીવાયએસપી પી.એ. ઝાલાની પત્રકાર પરિષદ યોજાયેલ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક સાથે આરોપીને બાઇક અકસ્માત બાબતે છ મહિના પહેલા બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને કિશન તેના ઘર પાસે આવેલ દુકાને બીજા મિત્રોની સાથે બેઠો હતો ત્યારે આરોપી મૂળુ ડાંગર ત્યાં તેને મારી નાખવા માટેની પૂરી તૈયારી સાથે જ ત્યાં ગયો હતો.

અને બંદૂકમાંથી ફાયરિંગ થયેલ ન હતું જેથી છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખેલ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પોલીસે ઘટના સ્થળેથી બે કાર્ટિસ તથા લોહીવાળું હથિયાર અને આરોપી જે ગાડી લઈને ભાગી ગયો  હતો તે ગાડી અને ગાડીમાંથી બે કાર્ટિસ કબજે કર્યા હતા જો કે, જે હથિયાર લઈને આરોપી સ્થળ ઉપર ગયેલ હતો તે હથિયાર કબજે કરવાનું બાકી છે જેથી કરીને પોલીસે આરોપીના કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેથી આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટીમ કરી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj