સ્ટાર પ્રચારકોનો કાન ખેંચતું ચૂંટણી પંચ

India, Politics | 15 May, 2024 | 10:09 AM
હવેના ચૂંટણી તબકકામાં રાજકીય નિવેદનોમાં સુધારો લાવવાની જવાબદારી નેતાઓની : સામાજિક માળખા પર અસર ન કરો
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.15

ચુંટણી પંચે એક મહત્વપૂર્ણ નિર્દેશમાં જણાવ્યું છે કે, ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષોના સ્ટાર પ્રચારકો લોકસભા ચૂંટણીના બાકીના ત્રણ તબકકામાં અન્ય નેતાઓ માટે દ્દષ્ટાંત પૂરું પાડે અને સમાજના નાજુક તાણાવાણાને બગાડે નહીં. હાલની ચૂંટણીના બાકીના તબકકામાં રાજકીય નિવેદનો અથવા ટીપ્પણીઓમાં સુધારો લાવવાની જવાબદારી મુખ્યત્વે નેતાઓના શિરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના ભંગની ફરિયાદ પર ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કારણદર્શક નોટિસોની પૂર્વભૂમિકાએ ચૂંટણીપંચે આ સૂચના આપી છે.

ચૂંટણીપંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પંચ અપેક્ષા રાખે છે કે રાજકીય પક્ષોના ટોચના નેતાઓ, ખાસ કરીને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના સ્ટાર પ્રચારકો છે. ચુંટણી પ્રચાર દરમિયાન સારા ઉદાહરણો સ્થાપિત કરશે. દેશના નાજુક સંતુલીત સામાજીક માળખા પર કોઈ કાયમી ઘા ટાળવા માટે ભાષણોમાં સુધારો કરવાની પ્રાથમીક જવાબદારી નેતાઓની છે.

16 માર્ચે લોકસભા ચૂંટણીની પછી આદર્શ આચારસંહિતાના અમલ અંગેના તેના બીજા અહેવાલમાં ચુંટણી પંચે જણાવ્યું હતું કે તેને 90 ટકાથી વધુ ફરિયાદોનો નિકાલ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસની કેટલીક ફરિયાદો સિવાય બીજી કોઈ મોટી ફરિયાદ પેન્ડીંગ નથી.

આચાર સંહિતા લાગુ થયાના લગભગ બે મહિના પૂર્ણ થયા પછી મતવિસ્તારના સ્તરે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર મોટાભાગે હિંસા મુક્ત અને પ્રલોભન મુક્ત રહ્યો છે.

આશરે 425 ફરિયાદો થઈ હતી. તેમાંથી 400 ફરિયાદોનો નિકાલ કરાયો છે. કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષો દ્વારા અનુક્રમે અંદાજે 170, 95 અને 160 ફરિયાદો થઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj