ભારત માટે T20 વિશ્વ કપ જીતવો આસાન નહીં જ હોય

India, Sports | 01 June, 2024 | 10:48 AM
♦ ભારતે છેલ્લે 2007માં પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને વિશ્વ કપ જીત્યો હતો
સાંજ સમાચાર

♦ અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ બબ્બે વખત  T20 વિશ્વ કપ જીત્યા છે

♦ ભારત, આયરલેન્ડ, પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સામે રમશે, 9 જુન મહાસંગ્રામ પાકિસ્તાન સામે

આઇપીએલ સિઝન-17ની સમાપ્તી નિરશ મોડમાં થતાં અને સ્પર્ધાની અંતિમ મેચો મોટા ભાગે વરસાદને લીધે કંટાળાજનક બની હતી. અલબત ફાઇનલ પણ લોસ્કોરીંગ બની હતી, હૈદ્રાબાદ કલકતા સામે 8 વિકેટે હાર્યુ અને કલકતાએ ત્રીજી વખત આઇપીએલ ટાઇટલ હાંસલ કર્યુ હતું.

હવે આ સ્પર્ધા પૂરી થયા બાદ વિન્ડીઝ અને અમેરિકામાં ટી-20 વિશ્વકપની શરૂઆત થવા થઇ રહી છે. આ વખતે કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે. વખતે કુલ 20 ટીમો ભાગ લઇ હતી છે. જેને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ ‘સી’માં બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુગિનીને રાખવામાં આવેલ છે. આ ગ્રુપથી વિન્ડીઝ અને ન્યુઝીલેન્ડની આગળ વધવાની સંભાવના છે. જયાં અફઘાનિસ્તાનને હળવાશથી લઇ શકાય તેમ નથી. 

વેસ્ટ ઈન્ડિઝ 2012 અને 2016માં ટી-20 વિશ્વ કપમાં ચેમ્પિયન બની હતી અને આ વખતે તેના જ દેશમાં સ્પર્ધા આયોજીત થઇ રહી છે. એવામાં તે ટીમ ફેવરીટ ગણાય તેમાં શંકા નથી. ન્યુઝીલેન્ડ 2021માં ઉપવિજેતા રહી છે. વિન્ડીઝે 2012માં શ્રીલંકા અને 2016માં ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યુ હતું. ભારત સામે ટી-20 વિશ્વકપમાં 17 વર્ષ પહેલાનું પરિણામ પુનર્વતીત કરવાની તક છે. સતત 9મી વખત સ્પર્ધામાં  ભારતની ટીમ ભાગ લઇ રહી છે. જયારે રોહિત શર્મા બીજી વખત ટીમનું ટી-20 વિશ્વ કપમાં નેતૃત્વ કરી રહ્યો છે. 

ભારતે 5 આઇસીસી ખિતાબ જીત્યા છે. જયારે 2, વન-ડે વિશ્વકપ 1983 અને 2011માં બે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2002 અને 2013માં જીતી છે. જયારે 2007માં ટી-20 વિશ્વ કપ જીત્યો છે. 

2 જુનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વિશ્વકપનો મહાસંગ્રામ શરૂ થવા જઇ રહ્યો છે. ભારત 5જુને આયરલેન્ડ સામે પોતાને સંગ્રામ શરૂ કરશે. ભારતીય ટીમ માટે વિશેષ દબાણ એટલે રહેશે કે છેલ્લા 16 વર્ષથી વધુ સમયથી આઇસીસી ટ્રોફી ન જીતવાનું પણ દબાણ રહેશે વન-ડે વિશ્વ કપ ફાઇનલમાં મળેલી હાર બાદ ભારત પૂરી તાકાત સાથે આ વિશ્વકપ જીતવા પ્રયત્ન કરશે. સુર્યકુમાર યાદવ અને ઋષભ પંચ જેવા બેટધરો માટે આ સ્પર્ધા એક પડકાર સયાન બની જશે. અલબત બેટીંગમાં  ભારતીય ટીમ હંમેશા મજબુત રહી છે. રન મશીન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તે પ્લસ પોઇન્ટ થતી જશે. 

ટી-20માં વિશ્વ નંબર વન સુર્યા એકલા હાથે જ મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. મધ્યમ ક્રમમાં શિવમ દુબે  અને પંત શ્રેષ્ઠ છે. જસપ્રિત બુમરાહની ગોલંદાજી ભારતીય આક્રમણનું સ્તર ઉંચુ લાવી શકે છે. અલબત હાર્દિક પંડયા આઉટ ઓફ ફોર્મ રમી રહ્યો છે. આઇપીએલમાં તે સંપૂર્ણ નિષ્ફળ નિવડયો હતો. આ સ્પર્ધા કુલ 3 સ્ટેડિયમમાં અમેરિકામાં અને 6 વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. 

ટી-20 ફોર્મટમાં વિરાટ કોહલી મોખરે છે. તેણે 117 મેચોમાં 4037 રન 1 સદી સાથે બનાવ્યા છે. જયારે રોહિત શર્માએ 151 મેચોમાં 3974 રન બનાવ્યા છે. યજુવેન્દ્ર ચહલે 80 મેચોમાં 121 વિકેટો ઝડપી છે. 

► T20 વિશ્વકપમાં ભારતનાં  યુવરાજસિંહના છ દડામાં છ છગ્ગાનો 17 વર્ષ જુનો વિક્રમ હજુ કોઇ તોડી શકયું નથી
યુવરાજસિંહે ઇંગ્લેન્ડનાં સ્ટુઅર્ટ બ્રોડના છ દડામાં છ છગ્ગાનો વિક્રમ 2007ના T20 વિશ્વકપમાં નોંધાવ્યો હતો

ટી-20 વિશ્વ કપમાં સૌથી ઝડપી અર્ધ સદી ફટકારવાનો અનોખો વિક્રમ ભારતના ઓલ રાઉન્ડર યુવરાજસિંહના નામે છે. સફળ ભુતપૂર્વ ખેલાડી એમાત્ર 12 દડામાં અર્ધ સદી નોંધાવી ઐતિહાસિક વિક્રમ નોંધાવ્યો હતો. યુવરાજે તેની આ ઇનિંગ્ઝ દરમ્યાન છ દડામાં છ છગ્ગા ફટકાર્યા હતા. 2007ના ટી-20 વિશ્વ કપ મોટે ભાગે ભારત માટે એક યાદગાર સંભારણુ બની રહેલ આ એકમાત્ર વિશ્વકપ છે જેને ભારતીય ટીમે જીત્યો હતો.

આ વિશ્વ કપમાં બધા ખેલાડીઓએ  પોતાનો યોગદાન આપ્યો હતો. પરંતુ યુવરાજસિંહે એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાના કારનામાને કોણ ભુલી શકે તેમ છે. જેના કારણે તેમણે માત્ર 12 દડામાં જ પોતાની અર્ધ સદી પૂરી કરી હતી. 

ત્યારબાદ આજ સુધી આઠ ટી-20 વિશ્વ કપ રમાઇ ચુકયા છે. પરંતુ આ વિક્રમ હજુ તુટયો નથી. 19 સપ્ટેમ્બર 200ટનાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ રમાયેલી તે મેચમાં પ્રથમ દાવ લેતા ભારતનો ટીમ જુમલો જયારે 155 રનનો હતો. ત્યારે રોબિન ઉત્થપાના રૂપમાં ટીમને ત્રીજો ઝટકો લાગ્યો હતો. તે પછી યુવરાજસિંહની મેદાનમાં એન્ટ્રી થઇ અને ધોનીનો સાથ દેવા તેણે સ્ટ્રાઇક સંભાળી.

યુવરાજે પ્રથમ દડે એક પણ રન લીધો નહી, બીજા દડે ચોગ્ગો ફટકાર્યો તે પછીની ઓવરમાં યુવરાજસિંહે ફિલટીફનાં દડામાં બે ચોગ્ગા નોંધાવ્યા પરંતુ ખરો મુકાબલો તો તે પછીની ઓવર ફેંકવા આવેલો સ્ટુઅર્ટ બ્રોડ સાથે હતો. તેના પ્રથમ દડે યુવરાજ મિડ વિકેટ પર છગ્ગો ફટકારી દીધો. તે પછીના દડાને સ્કવેર લેગ ઉપરથી ફિકલ કર્યો. બ્રોડનો ત્રીજો  દડોને ઓફ સાઇડ પરથી યુવરાજે એક વધુ છગ્ગો ફટકારી દીધો.

ચોથો દડો એક ફુલ ટોસ દડો હતો. જે દડાને તેણે બાઉન્ડ્રી બહાર પહોંચાડી દીધો પાંચમા દડે પણ યુવરાજે ફરી છગ્ગો ફટકાર્યો. સમગ્ર ક્રિકેટ પ્રેમીઓની નજર હવે છઠ્ઠા દડા પર હતી. અને જોતજોતામાં યુવરાજે છગ્ગો ફટકારીને દડાને પુરેપુરા ન્યાય આપી છઠ્ઠો છગ્ગાો પણ ફટકારીને વિક્રમ સર્જી દીધો. તે સાથે જ યુવરાજસિંહે માત્ર 12 દડામાં ટી-20 વિશ્વ કપની સૌથી ઝડપી અર્ધ સદી પોતાને નામે સિધ્ધિના રૂપમાં અંકિત કરી દીધી. 

ટી-20 વિશ્વકપમાં યુવરાજસિંહ બાદ સૌથી ઝડપી અર્ધ સદી અન્ય બેટધરોના નામે નોંધાયેલી છે. 17 દડામાં માયબર્ગે આયરલેન્ડ સામે 2014માં સ્ટોઇનિએ શ્રીલંકા સામે 2022માં ઉપરાંત ગ્લેન મેકસવેલે પાકિસ્તાન સામે 2014 કે.એલ.રાહુલે સ્કોટલેન્ડે 2021 તથા શોએબે સ્કોટલેન્ડ સામે 2021માં પણ 18 દડામાં આ પ્રકારની સિધ્ધિ નોંધાવી છે. 

શું આ વખતના ટી-20 વિશ્વ કપમાં 2007માં નોંધાયેલો યુવરાજનો છ છગ્ગાનો વિક્રમ કોઇ ખેલાડી બ્રેક કરી શકશે ? 

ઋષભ પંત માટે સારા દેખાવની તક છે 
આવતીકાલથી ટી-20 વિશ્વ કપ સ્પર્ધાની શાનદાર શરૂઆત થવા જઇ રહી છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝનાં મેદાનો પર 2 જુનથી 29 જુન સુધી આ સ્પર્ધાનું આયોજન થયું છે. 29 જુનના ફાઇનલ રમાશે. આ વખતે કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે, તેમાં વેસ્ટ ઇન્ડિઝ પર આંગણાનો મહતમ લાભ લઇને આ સ્પર્ધા જીતવા ચાહે છે, આમેય આ ટીમ બે વખત વિશ્વ કપ જીત્યા છે ભારત માટે મિશ્ર પ્રતિભાવ છે. પરંતુ પાકિસ્તાન સામેની 9મી જુનની મેચ ‘હાઇ વોલ્ટેજ’ બની રહેશે આમેય ટી-20 વિશ્વ કપમાં ભારત માત્ર 1 મેચમાં પાકિસ્તાન સામે પરાજીત થયું છે. તેથી આ વખતે પણ બંને દેશો વચ્ચેની ટકકર એક મહાસંગ્રામ બની જશે. ભારત તરફથી આઇપીએલમાં શાનદાર દેખાવ કરનાર વિકેટકીપર બેટધર ઋષભ પંત પ જુનના નાસાઉ કાઉન્ટી મેદાન પર આયરલેન્ડ સામે ટી-20 વિશ્વકપની પહેલી મેચમાં રમવા ઇચ્છે છે એ મેચ માટે જયારે તે ભારતની જર્સી પહેરશે ત્યાં સુધી તેની ભયાનક કાર અકસ્માતને પર7 દિવસ થઇ ચુકયા હશે. 

પંતે 2022માં ભીષણ કાર અકસ્માત પછી 23 માર્ચના દિલ્હી કેપિટલની જર્સી પહેરી હતી, પરંતુ હવે તે ટી-20  વિશ્વકપની જર્સી પહેરવા આતુર છે. પંતે 13 આઇપીએલ મેચોમાં 446 રન બનાવ્યા પછી ધીમે ધીમે પોતાના લક્ષમાં આવતો જાય છે. 

ઋષભ પંતે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 987 રન બનાવ્યા છે, જેમાં 3 અર્ધ સદી 37 છગ્ગા, 9 સ્ટમ્પ આઉટ 27 કેચો અને 86 ચોગ્ગાઓ નોંધાવ્યા છે. આ સ્પર્ધામાં નવી પીચો છે. ઋષભ હજુ પરિસ્થિતિઓ મુજબ પોતાને તૈયાર કરી રહ્યો છે અને તેથી જ ઋષભ પોતાના પુન: આગમનને વિશેષ યાદગાર બનાવવા ચાહે છે. ઋષભ પંતે જયારે છેલ્લે ભારત તરફથી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારે તેણે ઓપનિંગ કર્યુ હતું. ઇજા બાદ વાપસ રમતમાં આવતા તેણે દિલ્હી તરફથી 4થા અથવા પાંચમા ક્રમે બેટીંગ કરી હતી અને તેથી જ અને તેથી જ ભારતીય ઇલેવનમાં તેને ઓપનરના રૂપમાં જગ્યા મળી શકવાની શકયતા નથી. એક બેટધરના રૂપમાં તેનો રોલ શું હશે ? તે કયાં નંબર  પર મેદાનમાં ઉતરશે તે તો મેચની પરિસ્થિતિ પર નિર્ભર છે. 

9 જુનનાં ભારત અને પાકિસ્તાન રમાનાર મેચમાં અભુતપૂર્વ સુરક્ષાની વ્યવસ્થા હશે નાસાઉ કાઉન્ટીના આઇસેન ટાવર પાર્ક સ્ટેડીયમમાં ટુર્નામેન્ટના 8 મેચો રમાશે જેમાં ભારતનાં 3 મેચો પણ સામેલ છે. આઇપીએલમાં નિષ્ફલ રહેલા ભારતીય ખેલાડીઓ હવે ટી-20 વિશ્વ કપમાં સારા દેખાવની આશા રાખે છે. તેમાં રોહિત શર્માનો ખાસ સમાવેશ થાય છે. ઉપરાંત વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નર, ગ્લેન એકસવેલ જોશ બટલર, લીવીંગ સ્ટોન અને રવિન રવિન્દ્ર તો સમાવેશ થાય છે. વિશ્વ કપ માટે જે તે ટીમોએ તેમના અનુભવને લીધે સમાવ્યા છે. 

આ વિશ્વ કપ માટે ભારતીય ટીમ બેલેન્સ્ડૂ છે અને અનુભવી ઉપરાંત યુવા ખેલાડીઓનું સુંદર કોમ્બીનેશન છે. વિશ્ર્વ કપના નોક આઉટ ચરણમાં ભાગ્યનો પણ સાથ જરૂરી હોય છે. જે ભુતકાળનાં વિશ્વકપમાં ભારતની સાથે ન હતો. એટલે ટીમ અત્યાર સુધી વિશ્વ કપની ટ્રોફી જીતી શકતી નથી. 2007માં ટી-20 વિશ્વકપ ટાઇટલ જીતનારી ભારતીય ટીમને જો 17 વર્ષ પછી ફરીથી ચળકતી ટ્રોફી ઉઠાવી છે તો ટીમ સ્પીરીટથી કામ લેવું પડશે. ભારત 5 જુનથી આયરલેન્ડ સામે ટી-20 વિશ્વકપથી શરૂઆત કરશે અને ત્યારબાદ ભારતે બધી મેચોમાં શાનદાર દેખાવ કરવો જરૂરી થઇ પડશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj