(દિનેશ જોષી) કોડીનાર, તા.13
ગીર સોમનાથ જિલ્લામાં દિવાળી પછી એક માસનો સમય વીતી ગયા પછી પણ માંડ માંડ 160 થી 165 જેટલા ગોળના રાબડા ચાલુ થયા છે. જે ગત વર્ષની સરખામણીએ 50 થી 60 ગોળના રાબડા ઓછા ચાલુ થયા છે.શેરડીની કટાઈ અને પીલાણના મજુરની તેમજ ગોળ બનાવનાર ભૈયાની અછત અને ગોળની સિઝન ચાલુ થયા પછી ગોળના ભાવમાં 20 કિલોએ સરેરાશ રૂપિયા 100 નું ગાબડું પડ્યું છે જેની ચિંતા ને લઈને ગિર સોમનાથ જિલ્લા શેરડી અને ગોળ ઉત્પાદક મંડળની એક તાકીદ ની બેઠક પ્રાચી ખાતે માધવરાય ના સાનિધ્યમાં મળી હતી.
હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં ગોળના રાબડા સંચાલક દ્વારા 2800 થી રૂપિયા 3000 સુધી શેરડી ખરીદવામાં આવે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં રૂપિયા 2300 થી રૂપિયા 2800 સુધીનો ભાવ અપાય છે દક્ષિણ ગુજરાતમાં 22 જેટલી સુગર મિલ પણ ચાલુ છે ગોળના ભાવ ગગડી જતા ગીર સોમનાથ જિલ્લા ગોળ ઉત્પાદકો ચિંતામાં મુકાઈ ગયેલા અને દસ દિવસ સુધી રાબડા બંધ કરવા વિચારણા કરી હતી.
પરંતુ ચાલુ વર્ષે દિવાળી સુધી વરસાદના કારણે પંદર દિવસ ગોળના રાબડા ની સીઝન મોડી ચાલુ થઈ હતી અને પછી 10 દિવસ પીલાણ બંધ કરે તો હોળી પછી પણ રાબડા ચાલુ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય ગોળ બનાવનાર મજુર મધ્યપ્રદેશના વતની હોય અને હોળી પહેલા તેમના વતનમાં જતા રહેતા હોય શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાબડા ચાલુ રાખવા આ બેઠકમાં નિર્ણય કરાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy