ભર ઉનાળે કમળો-ટાઈફોઈડ દેખાયો: 8 કેસો નોંધાયા

Local | Rajkot | 15 April, 2025 | 04:49 PM
શરદી-ઉધરસનાં 530, સામાન્ય તાવનાં -628 અને ઉલ્ટી-ઝાડાનાં 196 કેસો પણ સપ્તાહમાં સામે આવ્યા
સાંજ સમાચાર

રાજકોટ,તા.15
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન શરદી-ઉધરસ ઝાડા ઉલ્ટી, અને સામાન્ય તાવ સાથે ટાઈફોઈડ અને કમળા કેસો પણ દેખાયા છે. આ અંગે મનપાની આરોગ્ય શાખાના સૂત્રો અનુસાર તા.7/4થી 13/4 દરમ્યાન શરદી-ઉધરસનાં 530 સામાન્ય તાવનાં 628, ઝાડા ઉલ્ટીનાં 196 કેસો નોંધાયા હતાં. જયારે, ટાઈફોઈડ અને કમળો તાવનાં ચાર-ચાર કેસો નોંધવામાં આવેલ હતાં.જયારે, સપ્તાહ દરમ્યાન આરોગ્ય શાખાએ ડેગ્યુ મેલેરિયા, ચિકન ગુનિયાને અટકાવવા માટે વિવિધ કામગીરી કરી હતી.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.07/4 થી તા.13/04 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 15,395 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 292 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ હતી. 

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ હતી.

ડેન્યુી રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 495 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 78 અને કોર્મશીયલ 84 આસામીને નોટીસ આ5વામાં આવેલ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj