જુનાગઢ તા.16
જુનાગઢ બી ડીવીઝન રોડ પરના રહેણાક મકાનમાંથી રૂા.8.35 લાખના દાગીનાની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. નિવૃત શિક્ષક તરીકે એકલવાયું જીવન જીવતા હોય દિકરીના રૂા.8.35 લાખના દાગીના કબાટની તીજોરીમાંથી ચોર થયાનું અને જેમાં ઘરમાં સફાઈ કરવા આવતી મહિલાનું નામ આપવામાં આવ્યું છે. દિકરીએ લોકરમાં દાગીના મુકવા પિતાને આપ્યા હતા.
આ અંગે બી ડીવીઝનમાંથી મળતી વિગત મુજબ ઝાંઝરડા રોડ પરના જનકપુરી એપાર્ટમેન્ટમાં રહેતા એકલવાયુ જીવન જીવતા નિવૃત શિક્ષક માણાવદરીયા મનસુખભાઈ બાવનજીભાઈ (ઉ.70)ની પુત્રી ગત તા.30 મેના બેંગ્લોરથી જુનાગઢ લગ્ન પ્રસંગે આવ્યા હતા. ત્યારે તેમની દિકરીએ સોનાની હાસડી, ત્રણ સોનાના ચેઈન, વીંટી, પાંચ તોલાની બે લગડી સહિત કુલ 8.35 લાખના દાગીના ઘરે કબાટની તીજોરીમાં મુકયા હતા. આ દાગીના લોકરમાં મુકવા જવાના હતા.
પિતા મનસુખભાઈ બીમાર હોય અને લોકરમાં મુકવાનું ભુલી ગયેલ, ગત તા.2-4-25ના પુત્રીએ પિતાને દાગીના લોકરમાં મુકવા માટે ફોન કરેલ ત્યારે કબાટ ખોલીને મનસુખભાઈએ જોતા દાગીના ગાયબ હતા. જેથી ચોરી થવાની જાણ થઈ હતી. દિકરી વેકેશન કરવા જુનાગઢ આવેલ જેની ગઈકાલે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં ઘરે સાફ સફાઈ કરવા બે મહિલા આવે છે.
આ સિવાય બીજુ કોઈ ઘરે આવતું નથી ઘરના દરવાજા ઓટોમેટીક લોક વાળા છે. છેલ્લા બે માસથી સફાઈનું કામ કરવા આવતા સલમાબેન અબુ સમા ઉપર શંકર વ્યકત કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy