જુનાગઢ જિલ્લાનું ધો. 10નું 81.80 ટકા પરિણામ

Local | Junagadh | 09 May, 2025 | 12:14 PM
ગત વર્ષની સરખામણીએ ટકાવારીમાં 3.54 ટકાનો વધારો : કુલ 18699માંથી 15296 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી
સાંજ સમાચાર

જુનાગઢ, તા. 9
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે જાહેર થયેલ પરિણામમાં 81.80 ટકા જે છેલ્લા 10 વર્ષમાં આ સૌથી વધુ આવવા પામ્યૂં છે. ગત ફેબ્રુઆરી-માર્ચમાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા લેવામાં આવેલ હતી જેમાં જુનાગઢ જિલ્લાના 19,219 વિદ્યાર્થીઓએ એ પરીક્ષા આપી હતી.

તેમાંથી 18699 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું ગઇકાલે પરિણામ જાહેર થતા 81.80 ટકા 10 વર્ષનું ઉંચુ પરિણામ આવ્યું છે. તેમાં A-1 ગ્રેડમાં 1077, A-2માં 2607, B-1માં 3432, B-2માં 3717, સી-1માં 3600, સી-2માં 1399 અને ડી ગ્રેડ સાથે 63 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

ગત વર્ષૈ જુનાગઢ જીલ્લાનું 78.ર6 ટકા પરિણામ આવ્યું હતું. તેમાં આ વખતે 3.પ4નો વધારો થતા એ-1 737, એ-2માં 2174 વિદ્યાર્થીઓ હતા. આ વખતે તેમાં પણ વધારો થયો છે. આ વર્ષે 81.ર1 ટકાએ સૌથી વધુ પરિણા આવ્યું છે. આમ પરીક્ષા આપનાર કુલ 18699માંથી 1પર96 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 39ર3 વિદ્યાર્થીઓ અસફળ રહ્યા છે.
100 ટકા પરિણામની શળામાં જુનાગઢ જીલ્લાની 31 શાળાઓમાં આવ્યું છે. ગત વર્ષ ર0ર4માં 100 ટકા પરિણામમાં 33 શાળાઓ હતી તેમાં આ વખતે બે શાળાનો ઘટાડો થયવા પામ્યો છે.

શાળાઓનું 30 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 34 શાળાઓમાં 30 ટકા પરિણામ હતું જયારે 86 શાળાનં 91 ટકાથી 99 ટકા પરિણામ આવ્યું છે. જયારે બે શાળઓમાં 0 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષે 0 ટકા પરિણામ ધરાવતી 4 શાળાઓ હતી તેમાં બેનો ઘટાડો થવા પામ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj