સંજુ સેમસનનો રેકોર્ડ તૂટ્યો

કે. એલ. રાહુલ IPL માં ફાસ્ટેસ્ટ 200 સિક્સર ફટકારનાર છઠ્ઠો ભારતીય ક્રિકેટર

India, Sports | 21 April, 2025 | 10:43 AM
સાંજ સમાચાર

શનિવારે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના અનુભવી બેટર કે. એલ. રાહુલે પોતાની 200 IPL સિક્સર પૂરી કરી હતી. તે આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય અને ઓવરઑલ અગિયારમો ક્રિકેટર બન્યો છે.

આ સાથે જ તે સંજુ સેમસનનો રેકોર્ડ તોડીને IPL માં ફાસ્ટેસ્ટ 200 સિક્સર ફટકારનાર ભારતીય બેટર બન્યો છે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને 159 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે રાહુલે માત્ર 129 ઇનિંગ્સમાં આ કમાલ કરી છે. ઓવરઑલ તે આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર્સ ક્રિસ ગેઇલ (69 ઇનિંગ્સ) અને આન્દ્રે રસેલ (97 ઇનિંગ્સ) બાદ ત્રીજા ક્રમે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj