♦ 52 : આટલા સ્ટ્રાઈક રેટથી આઈપીએલમાં ધોનીએ નારાયણ સામે રન બનાવ્યા છે. એક બેટર તરફથી કોઈ પણ બોલર્સ સામે આ સૌથી ખરાબ સ્ટ્રાઈક-રેટ છે.
શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના અનુભવી ઓલરાઉન્ડર સુનીલ નારાયણે ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ટાર્ગેટ ચેઝ કરતા સમયે ઓપનર તરીકે સુનીલે 18 બોલમાં બે ચોગ્ગા અને પાંચ ઝગ્ગાની મદદથી 44 રનની ધમાકેદાર ઈનિંગ્સ પણ રમી હતી.
તેણે કલકતા માટે સૌથી વધુ 16મો પ્લેયર ઓફ ધ એવોર્ડ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મામલે વેસ્ટઈન્ડીઝના પોતાના જૂના સાથી પ્લેયર આન્દ્રે રસેલનો 15 એવોર્ડનો રેકોર્ડ તોડયો છે.
ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિત ત્રણ પ્લેયર્સની વિકેટ લઈને સુનીલ નારાયણ આ ફ્રેન્ચાઈઝી સામે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર બની ગયો છે. આ પહેલાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે ચેન્નઈ સામે 24 વિકેટનો રેકોર્ડ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy