ધોરાજીમાં ઠેશીયા પરિવાર દ્વારા કાલથી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

Local | Dhoraji | 30 May, 2024 | 11:29 AM
ધાર્મિક પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે: કે.ઓ.શાહ ગ્રાઉન્ડમાં આયોજન
સાંજ સમાચાર

ધોરાજી તા.30
 ધોરાજી ખાતે વિપુલભાઈ ઠેશીયા-દિપકભાઈ ઠેશીયા પરીવાર દ્વારા કે.ઓ. શાહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે તા.31થી 6/6 સુધી શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
 

આ શિવ કથાનું રસપાન ડો. મહાદેવપ્રસાદ મહેતા (આંતરરાષ્ટ્રીય કથાકાર) વ્યાસાસને બિરાજી કરાવશે. શિવ કથા દરમિયાન દરરોજ ધાર્મીક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

 જેમાં મહાત્મય, નિલકંઠ સ્વરૂપ પ્રાગટય, રૂદ્રાક્ષ ભસ્મ મહીમા, શિવ પાર્વતી વિવાહ, શિવ અવતાર, બાર જયોતિર્લિંગ પ્રાગટય, સહીતની દરરોજ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. આ શિવ કથા દરમિયાન સગા, સબંધીઓ, મીત્રો, રાજકીય આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, ઉદ્યોગપતીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સહીતના હાજર રહેશે.

 આ શિવ કથા દરમિયાન ઉપસ્થિત લોકોને હસમુખભાઈ ઠેશીયા, જયાબેન ઠેશીયા, દિપકભાઈ ઠેશીયા, વિપુલભાઈ ઠેશીયા, કિર્તીબેન ઠેશીયા, આશાબેન ઠેશીયા, ફેનિ ઠેશીયા, માન ઠેશીયા, ઓમશ્રી ઠેશીયા, શ્રીમાન ઠેશીયા, આદીત્યકુમાર વાદી, દિપ જાગાણી સહીત પરીવારના સભ્યો આવકારશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj