કંડલા એરપોર્ટ સોથી ગરમ બન્યું: 44.4 ડીગ્રી સાથે રાજકોટ હોટેસ્ટ

Gujarat | Rajkot | 28 April, 2025 | 11:59 AM
સૌરાષ્ટ્ર-કચ્છમાં અગનવર્ષા આજથી ફરી તાપ વધવાના સંકેત: સુરેન્દ્રનગર 44.3.....
સાંજ સમાચાર

રાજકોટ,તા.28
રાજયભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે,કંડલા એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. રાજકોટ ફરી 44.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું. 9 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

ગઈકાલે સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી, ભૂજમાં 43.8 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, અમદાવાદમાં 41.8 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી, નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદ - ગાંધીનગરમાં રાત્રીના સમયે સૌથી વધારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકિનારે ગરમ પવનની શક્યતા રહેલી છે, બે દિવસ તાપમાન એક થી બે ડિગ્રી વધતા વધુ ગરમી સહન કરવી પડશે સાથે સાથે ઉત્તરથી પૂર્વના પવન ફૂંકાતા વધશે ગરમી તો રાજ્યમાં 10થી વધુ વિસ્તારમાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ છે.

આજથી ફરી તાપમાન વધવા હવામાન વિભાગે આગાહી કરી છે. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાનમાં 1.6 ડિગ્રીના ઘટાડા સાથે પરો 37 ડિગ્રી નોંધાયો હતો.તેની સાથે લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડા સાથે 23.5 ડિગ્રી રહ્યું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 9.5 કિમિ નોંધાઇ છે.ભેજનું પ્રમાણ વધતા બફારો વધે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj