મુંબઈ, તા.18
સૈફઅલીખાન પર હુમલાની ઘટના બારામાં પોલીસે હવે તેની પત્ની અને અભિનેત્રી કરીનાકપુરનુ નિવેદન નોંધ્યુ હતું. કરીનાએ એમ કહ્યું કે છરીથી હુમલો થતા બાળકો અને મહિલાઓને 12મા માળે મોકલી દીધા હતા. સૈફે બાળકો સહિત તમામને બચાવવાની કોશિશ કરી હતી. સૈફ વચ્ચે આવી ગયો હોવાથી હુમલાખોર નાના પુત્ર જહાંગીર સુધી પહોંચી શકયો ન હતો.
હુમલાખોર ઝનૂની હતો અને સૈફ પર અનેક વખત વાર કર્યો હતો. આ વખતે દાગીના પણ ખુલ્લામાં પડયા હતા છતા તેને હાથ અડાડયો ન હતો. પોતે ખૂબ ડરી ગઈ હતી એટલે કરિશ્મા પોતાના ઘેર લઈ ગઈ હતી.
કરીનાના નિવેદન મુજબ સૈફ સાથે ઝપાઝપી દરમ્યાન હુમલાખોર ખૂબ આક્રમક થઈ ગયો હતો અને છરીથી વાર કર્યો હતો. હુમલાખોર સામે પડેલા દાગીનાની લુંટ કે ચોરી કરી ન હતી એટલે તે માત્ર હુમલો કરવા કે કોઈક બીજા જ ઈરાદે આવ્યો હોઈ શકે છે.
અભિનેત્રીએ ઘટનાક્રમ વર્ણવતા એમ પણ કહ્યું હતું કે શંકાસ્પદ શખ્સ ચોરને ઘરમાં ઘુસેલો જોઈને કેરટેકરે બૂમાબૂમ કરી હતી એટલે સૈફ અને પોતે તેના રૂમ તરફ દોડયા હતા. કારણ કે આ રૂમમાં જ નાનો પુત્ર જહાંગીર સુતો હતો. ચોર ઘરમાં હતો તો પણ કોઈ દાગીના કે કિમતી ચીજની ચોરી કરી હતી.
કેરટેકર લીમાને છરી દેખાડીને ધમકાવી હતી અને એક કરોડની માંગણી કરી હતી. ઘરમાં છરી સાથે અજાણ્યા શખ્સને નિહાળીને પોતે ભયભીત બની હતી. તેણે સૈફ પર હુમલો કરતા મદદ માટે દેકારો કરવા લાગી હતી. પોલીસના સૂત્રોએ કહ્યું કે આ કેસમાં સૈફઅલીખાનનુ નિવેદન નોંધવાનુ બાકી છે.
સૈફ પર હુમલાના કલાકો બાદ સવારે આરોપી મોબાઈલની દુકાને હતો; હેડફોન ખરીદ્યા હતા
નિવાસના સીસીટીવી ફૂટેજ મળ્યા: સવારે 9 વાગ્યે દાદરમાં હતો
મુંબઈ તા.18
બોલીવુડ અભિનેતા સૈફઅલીખાન પર હુમલો કરનાર શખ્સને પકડવા પોલીસ આકાશપાતાળ એક કરી રહી છે ત્યારે વધુ એક શકમંદને ઉઠાવી લેવામાં આવ્યો છે અને ધનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં એવુ બહાર આવ્યું છે કે બાંદ્રા સ્થિત સૈફઅલી ખાનના ઘરમાં ઘુસીને હુમલો કરનાર શખ્સ રાત્રે 1.37 વાગ્યે પ્રવેશ્યો હતો. અને 2.33 વાગ્યે બહાર નીકળતો જોવા મળ્યો હતો. 56 મીનીટમાં ઘટનાને અંજામ આપ્યો હતો.
સીસીટીવી કેમેરાનાં આધારે પગેરૂ દબાવતા સવારે નવ વાગ્યાની આસપાસ દાદરમાં મોબાઈલની દુકાનમાં જોવા મળ્યો હતો. દુકાન પર પોલીસે તપાસ કરી હતી. હુમલાખોર મોબાઈલ કવર હેડફોન ખરીદયાનું બહાર આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હુમલાખોરને પકડવા માટે પોલીસે 35 ટીમ બનાવી છે છતા હજુ સાચો આરોપી હાથમાં આવ્યો નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy