તરૂણી પર દુષ્કર્મ આચરનાર કોઠારી સ્વામી ફરાર : અન્ય બે સ્વામી સામે પણ આરોપ

Gujarat, Crime | Vadodara | 10 June, 2024 | 11:25 AM
વાડી સ્વામિનારાયણ મંદિરની ઘટનામાં પોલીસે પીડિતાનું નિવેદન લીધુ : 9 વર્ષ પહેલાની ઘટના : લુકઆઉટ નોટીસ માટે પણ તજવીજ
સાંજ સમાચાર

વડોદરા, તા. 10
વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી શરૂ કરી છે. 

ફરિયાદની વિગત મુજબ 23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી.

ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી  બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. 

ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે. 

દુષ્કર્મના કેસમાં પોલીસે પીડિતાનું વીડિયોગ્રાફી નિવેદન લીધું છે. બનાવ કઇ રીતે બન્યો ? તે સમયે કોણ કોણ હાજર  હતું ? ગૃપ કોલમાં અન્ય કયા સ્વામી હતા ? તે અંગે નિવેદન લેવામાં આવ્યું છે. યુવતીએ અન્ય બે સ્વામી સામે પણ આક્ષેપ કર્યા હોવાથી તે દિશામાં પણ  પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. યુવતીને કોર્ટમાં રજૂ કરી સીઆરપીસી 164 મુજબનું નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

મંદિરના જે રૂમમાં તરૃણીને લઇ જઇ જગત પાવનદાસ સ્વામીએ દુષ્કર્મ આચર્યુ હતું તે રૂમની મુલાકાત પોલીસે પીડિતાને સાથે રાખીને લીધી હતી. પોલીસે એફ.એસ.એલ.ની હાજરીમાં પંચનામુ કર્યુ હતું. જોકે, બનાવ આઠ વર્ષ પહેલાનો હોવાથી પુરાવા મળવાની શક્યતા બહુ નજીવી છે. એફ.એસ.એલ.ની ટીમે લીધેલા નમૂનાના રિપોર્ટ પછી જાણ થશે. પોલીસે પીડિતાનું મેડિકલ ચેક અપ પણ કરાવ્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj