મુંબઈ: દેશની સરકારી વિમા કંપની ભારતીય જીવન વિમા નિગમ શેરબજારમાં મોટુ રોકાણ ધરાવે છે અને તેથી માર્કેટના ચડાવ-ઉતાર સમયે આ વિમા કંપનીને પણ તેના પોર્ટફોલીયામાં બદલાવ જોવા મળે છે પણ હવે ફરી એક વખત એમઆઈવી પણ અન્ય રોકાણકારની માફક તેનો નફો ગણવા લાગી છે.
આ નિગમ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મોટા રોકાણકારોમાં સામેલ છે અને હાલ કંપનીના શેરના ભાવમાં વધારો થતા તેનો રિલાયન્સ પોર્ટફોલિયોમાં વધુ એક 26515 કરોડ ઉમેરાયા હતા અને એપ્રિલના લો-બાદ મે માસમાં જે રીતે શેરબજારમાં વધારો થયો તેમાં રીલાયન્સના પોર્ટફોલિયો રૂા.1.8 લાખ કરોડ વધી ગયા છે. એલઆઈસીનુ 206 સ્ટોકમાં રોકાણ છે.
જે 7 એપ્રિલ 2025ના રૂા.13.65 લાખ કરોડ હતુ જે હવે વધીને તા.16 મે 2025ના રૂા.15.43 લાખ કરોડ નોંધાયુ છે. જો કે અગાઉ સપ્ટે. 2023ના એલઆઈસીનો કુલ પોર્ટફોલિયો રૂા.16.63 લાખ કરોડ હતો તેનાથી નીચો છે.
રીલાયન્સ ઉપરાંત તેના પોર્ટફોલિયામાં આઈટીસી એ રૂા.5759 કરોડનું રોકાણ છે. મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, અદાણી મોટર્સ, ટેક મહીન્દ્રા, જીયો ફાયનાન્સીયલ સીસ્ટમ, હિન્દુસ્તાન એરોનેટીકલ, ટાટા મોટર્સ, ભારત ઈલેકટ્રોનીકસમાં પણ તેના રોકાણમાં વધારો થયા છે. ઓપરેશન સિંદુર બાદ ડિફેન્સ સ્ટોકમાં મોટો વધારો જોવા મળ્યો હતો. જેનો ફાયદો એલઆઈસીને થયો જ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy