એડીલેડ તા.11
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ માટે શરમજનક આંકડા સામે આવ્યા છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ અને ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે મળીને છેલ્લી પાંચ ટેસ્ટમાંથી ભારતીય ટીમ માત્ર એક ટેસ્ટ જીતી શકી છે. આ પાંચ ટેસ્ટમાં પહેલી ઈનિંગ્સમાં ભારતની બેટીંગ-એવરેજ 15.28 અને બીજી ઈનિંગ્સમાં 29.84 રહી છે.
ભારતીય ટીમ છેલ્લી પાંચ ટેસ્ટની 10 ઈનિંગ્સમાંથી છમાં 200 રનનો સ્કોર પણ નથી કરી શકી. છેલ્લી પાંચ ટેસ્ટમાં 20 વાર ભારતીય બેટર એક પણ રન બનાવ્યા વગર આઉટ થયા છે. ભારતીય પ્લેયર્સ પહેલી ઈનિંગ્સમાં 15 અને બીજી ઈનિંગ્સમાં પાંચ વાર ઝીરો પર ગયા છે.
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં વીસમાંથી 6 ડક આવ્યા છે. ભારતીય બેટર્સ છેલ્લી પાંચ ટેસ્ટમાં 8 ફિફટી અને ત્રણ સેન્ચુરી ફટકારી શકયા છે જેમાંથી પહેલી ઈનિંગ્સમાં એક પણ સેન્ચુરી નથી આવી, માત્ર બે ફિફટી જોવા મળી છે. બીજી ઈનિંગમાં ભારતીય બેટર્સ ત્રણ સેન્ચુરી અને છ ફિફટી ફટકારવામાં સફળ રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy