(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા. 15
સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે રાત્રે 9,30 કલાક ના અરસામાં રમેશભાઈ પાલા ભાઈ ચાવડા તેમના પરીવાર સાથે જમતા હતા અને તેમની ત્રણ વર્ષ ની નાની બાળકી કુંદન બેન જમી અને બાજુમાં હાથ ધોવા ગયેલ ત્યારે તેમને ત્યાં અચાનક એક દિપડો આવ્યો હતો.
ઉપાડી ગયો પરીવાર દ્વારા બુમાબુમ કરવા છતાં આ દિપડો આ બાળકી ને લઈ ગયેલ અને આ બાબત ની જાણ ગામ ના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગ ને કરવામાં આવેલ અને ફોરેસ્ટ વિભાગ ની ટીમ તાત્કાલિક ગામ મા આવેલ અને જુદી જુદી જગ્યાએ પાંચ પાજરા ગોઠવવામ આવેલ અને તેમા એક દિપડો પાંજરે પુરાયેલ જેને અમરાપુર એનીમલ કેર ખાતે મોકલવામાં આવેલ.
આ બાળકીની રાતભર શોધખોળ કરવામાં આવેલ અને વહેલી સવારે બાળકી ના માત્ર હાથ અને માથું મળેલ આથી ગામમાં શોકનુ મોજું ફરી વળેલ અને ભયનો માહોલ ઉભો છયેલ આ બાળકીનું પોસ્ટમોર્ટમ બાદ લાસ ને પરીવાર દ્વારા સ્વીકારવા ની મનાય કરતા જંગલખાતા ના અધિકારીઓ એ તમામ દિપડા પકડવાની ખાત્રી આપતા લાસ સ્વીકારી હતી.
આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પંપણીયા એ જણાવ્યું કે વેરાવળ રેન્જના સુત્રાપાડા રાઉન્ડના પ્રાચી બીટ હેઠળ ન મોરાસા ગામે આવેલ રમેશભાઈ પાલા ભાઈ ચાવડાની ત્રણ વર્ષની પુત્રી કંદુનાને રાત્રે 9,30 કલાકના અરસામાં ઉઠાવી ગયેલ અને તેની જાણ ગામ ના સરપંચ દ્વારા કરવામાં આવેલ જેથી અમો તાત્કાલિક ટીમ સાથે ધટના સ્થળે પહોચેલ અને પાંચ પાજરા ગોઠવેલ જેમા એક દિપડો પાંજરે પુરાયો અને બાકીના ને પકડવા ખાત્રી આપેલ.
આ બાબતે ગામ લોકોએ જણાવ્યું કે ગામની બાજુમાં સિધ્ધિ સિમેન્ટની માઈસ આવેલ છે અને આ માઈસ ના મોટા ખાડાઓમાં પાણી નથી જેથી આ જંગલી જનાવરો સમી સાંજે ગામમાં પાણી અને ખોરાકની શોધમાં આવી જાય છે અને ગામ મા મોટાભાગના કુતરા પણ મારી નાખેલ અને નાનાં વાછરડા પણ મારી નાખેલ છે.
અને આ નાની બાળકી નો શિકાર કરતા ગામ લોકો મા ભય નો માહોલ ઉભો થયેલો છે જેથી જંગલખાતાના અધિકારીઓ આ તમામ દિપડા સહિત જંગલી જનાવરો ને પકડે તેવી માગણી કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy