ઉનાનાં ભીંગરણ ગામના ખૂન કેસમાં આરોપીને આજીવન કેદ

Crime | Veraval | 29 May, 2024 | 12:14 PM
પાંચ વર્ષ પહેલા ભત્રીજાએ કાકાના માથામાં લાકડી મારી હત્યા કરી હતી
સાંજ સમાચાર

ઉના,તા.29
ઊનાનાં ભીંગરણ ગામનાં શખ્શે તેનાં કાકાનું માથામાં હિચ મારતાં ગંભીર ઈજા સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનું મોત નિપજતાં મરનાર નાં પુત્ર એ નવાબંદર પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી હતી આ બનાવ નો કેસ પાંચ વર્ષ બાદ સેસનસ કોર્ટમાં ચાલી જતાં સાક્ષી પુરાવા અને સરકારી વકીલ ની દલીલો બાદ હત્યારા ને આજીવન કેદ ની સજા ફટકારાઈ છે.                 

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 26/ 3 /2019 ના રોજ ભીંગરાણ ગામે રહેતા બોઘાભાઈ કુંભાભાઇ વાજા ઉ.વ.85 ગામમાં  રામજીભાઈ કાળુભાઈના ડેલા પાસે તેમના કુટુંબી ભાઈ પુનાભાઈ ભગવાનભાઈ સાથે બેઠા હતા. એ વખતે મરણજનાર બોઘાભાઈનો ભત્રીજો પ્રવીણ કાના વાજા  હાથમાં ખાટલાના લાકડાની હીચ લઈને આવેલ અને કોઈ કાઈ સમજે તે પહેલાં બોઘાભાઈને માથામાં મારી દેતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.અને તેમના સગાસંબંધી ઓએ લોહી લુહાણ હાલતમાં ઉના ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખેસેડવામાં આવ્યા હતા. જે અંગેની ફરિયાદ બોઘાભાઈના દીકરા મોહનભાઈ વાજા એ નવાબંદર મરીન પોલીસમાં નોંધાવી હતી ત્યાર બાદ ઇજા પામનારને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન બોઘાભાઈ નું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા 302 કલમ ઉમેરો કરવામાં આવેલ હતો આ બનાવવાનું કારણ આરોપી પ્રવીણ કાના વાજા અવાર નવાર મરનારના કુટુંબિક સાથે ઝઘડા કંકાસ કરતા હતાં. આ કારણોસર હત્યા કર્યા બાદ આરોપી છુટી ગયાં પછી બનાવના એક વર્ષ પહેલા ફરિયાદી મોહનભાઈ ને પણ માર મારેલ.

જેથી મરણજનારના ઘરના સભ્ય આરોપી સાથે કોઈ વહેવાર રાખેલ ન હતો. જે અંગેનો કેસના સેશન કોર્ટમાં ચાલી જતા ફરીયાદી, સાહેદ, પોલીસ અધિકારીની જુબાની તથા સરકારી પક્ષના વકીલ મોહનભાઈ ગોહિલની દલીલોને ધ્યાન રાખી આરોપી પ્રવીણ કાના ને તેનાં કાકા ની હત્યાના ગુનામાં આજીવન કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસ ચાલતા સમય સુધી આરોપીને જમીન પર મુક્ત થયેલો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj