ટ્રકના ચોરખાનામાં ભરેલો દારૂ ઉપલેટા પંથકમાં સપ્લાય થાય તે પહેલાં જ ઝડપાયો

Crime | Rajkot | 19 April, 2025 | 03:46 PM
જખઈ નો બનાસકાંઠાના ભાભરમાં દરોડો: રૂ.17 લાખનો દારૂની 1176 બોટલ સહિત 32.84 લાખના મુદામાલ સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ
સાંજ સમાચાર

રાજકોટ. તા.19
ગાંધીન ગુજરાતમાં દારૂ બંધી હોવાં છતાં પડોશી રાજ્યમાંથી બેરોકટોક દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે સ્થાનીક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે બનાસકાંઠાના ભાભરમાં દરોડો પાડી ટ્રકના ચોરખાનામાં ભરેલો દારૂ ઉપલેટા પંથકમાં સપ્લાય થાય તે પહેલાં જ પકડી પાડી રૂ.17 લાખનો દારૂની 1176 બોટલ સહિત 32.84 લાખના મુદામાલ સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.

જ્યારે શરાબ મોકલનાર રાજસ્થાની મનહરલાલ બિશ્નોઈ, પંજાબથી ભરી આપનાર સોનું નેપાળી અને દારૂ મંગાવનાર ઉપલેટાના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે. ટી. કામરીયાની રાહબરમાં અલગ અલગ ટીમો રાજ્યભરમાં દારૂ અને જુગારની બદીઓ નાબૂદ કરવાં તપાસમાં હતાં ત્યારે પીએસઆઈ ડી.પી.ભાટી અને ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે બનાસકાંઠાના ભાભરમાંથી એક દારૂ ભરેલ ટ્રક પસાર થવાનો છે, જે બાતમીના આધારે સ્ટાફ ભાભરની તાલુકા પંચાયત પાસે વોચમાં હતો ત્યારે ત્યાંથી પસાર થયેલ ટ્રકને અટકાવી ચાલકનું નામ પૂછતાં પોતાનું નામ મનહરસિંગ મોહનલાલ બીશ્નોઈ (રહે. લાંબા, જોધપુર, રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે તેને સાથે રાખી ટ્રકની પાછળ તપાસ કરતાં તેમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1176 બોટલ મળી આવતાં દારૂ અને ટ્રક મળી કુલ રૂ.32.84 લાખનો મુદામાલ કબ્જે કરી ડ્રાઈવરની પૂછતાછ આદરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,દારૂનો જથ્થો જાલોરના મનહરલાલ બાબુલાલ બીશ્નોઈએ પોતાના ટ્રકમાં મોકલ્યો હતો અને દારૂનો જથ્થો પંજાબથી સોની નેપાળીએ ભરી દિધો હતો. જે દારૂ ઉપલેટા પંથકમાં સપ્લાય કરવાનો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂ મોકલનાર, ભરી આપનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.  ઉલ્લેખનીય છે કે, દારૂ મોકલનાર મનહરલાલ બાબુલાલ બીશ્નોઈ લિસ્ટેડ બુટલેગર છે અને ગુજરાત સહિતના રાજ્યમાં તેના વિરૂદ્ધ ગુના દાખલ થયેલ છે.

શરાબ મોકલનાર રાજસ્થાની મનહરલાલ બિશ્નોઈ , પંજાબથી ભરી આપનાર સોનું નેપાળી અને દારૂ મંગાવનાર ઉપલેટાના શખ્સની શોધખોળ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj