વિસાવદર, તા.13
તા.રાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિની માર્ગદર્શિકા મુજબ વિસાવદરની ત્રણેય કોર્ટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં તા.14/12/24ને શનિવારના રોજ ભવ્ય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પી.જી.વી.સી. એલ.કંપનીના વીજ બીલના તમામ પ્રકારના દાવાઓ તથા કોર્ટના હુકમ બાદ કોર્ટમાં કરવામાં આવેલી રકમ વસુલ કરવાની દરખાસ્તો તથા પાવરચોરીનું બિલ હોય તેવા ગ્રાહકોને વર્તમાન પી.જી.વી.સી.એલ. કંપનીની થ્રિ ટાયર સ્કીમ મુજબ રકમ ભરી 20% કે વધુમાં વધુ રૂપિયા 20,000/- તે બન્ને માંથી જે ઓછું થતું હશે તેનો લાભ આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.
વીજ કંપનીના રકમ ભરવાના જુના કેસોમાં વ્યાજ,કોર્ટ ફી,વકીલ ફી માફ કરી આપવામાં આવનાર છે, બેંકોના લેણા અંગેના દાવાઓ અને દરખાસ્તોમાં તથા પક્ષકારો વચ્ચેના દીવાની દાવાઓ તથા ફોજદારી કબૂલાત પાત્ર કેસો અને પારિવારિક તકરારોને લગતી અરજીઓમાં પણ બંને પક્ષને યોગ્ય લાભ મળે અને તકરારનો સુખદ ઉકેલ લાવવામાં આવે તે માટે વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને મુખ્ય સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા છેલ્લા બે મહિનાથી આ અંગે પી.જી.વી.સી. એલ.ના બંને સબ ડીવીઝનના નાયબ ઇજનેરઓ,બેંકોના મેનેજર, વકીલ મંડળ તથા પોલીસ વિભાગ સાથે મિટિંગો યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે.
અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ.શ્રીમાળી સાહેબ તથા ફેમિલી જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપી લોક અદાલતને સફળ બનાવવા માટે પ્રયત્નો થઇ રહેલ છે. ત્રણેય કોર્ટના સ્ટાફ તથા વિસાવદર બારના તમામ વકીલઓ દ્વારા પણ અગાઉથી લોક અદાલતમાં મુકવા લાયક કેસો અંગે આગોતરું આયોજન કરી જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં રાખવા કે મુકવા માંગતા હોય તેવા પક્ષકારોને પોતાનો કેસ લોક અદાલતમાં રાખવા અંગેની જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી રહેલ છે. તાલુકા કાનૂની સેવા સમિતિ, વિસાવદરના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટીનો કોર્ટના સમય દરમિયાન સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy