પાંચમા તબકકાના ઓછા મતદાનથી શેરબજારમાં ફરી સાવચેતી : સેન્સેકસમાં ઘટાડો, નિફટી ગ્રીન ઝોનમાં

India, Business | 21 May, 2024 | 04:21 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 21
લોકસભાની પાંચમા તબકકાની ચૂંટણીમાં પણ મતદાન ઓછું રહેવાના કારણે શેરબજાર ફરી એક વખત ટેન્શનમાં આવી ગયું હોય તેમ આજે નબળાઇ સૂચવતું હતું. સેન્સેકસમાં 52 પોઇન્ટનો ઘટાડો હતો. જોકે આશ્ચર્યજનક રીતે નિફટી ગ્રીન ઝોનમાં રહ્યો હતો. 

પાંચમા તબકકાની ચૂંટણીમાં મતદાન અત્યાર સુધીનું સૌથી ઓછું નોંધાયું હોવાના રીપોર્ટને પગલે શેરબજારમાં આજે શરૂઆતથી જ સાવચેતીનું માનસ રહ્યું હતું. ઇન્ટ્રા ડે દરમ્યાન બેતરફી વધઘટ આવતી રહી હતી. ચૂંટણીના સંભવિત પરિણામો વિશે અટકળો વ્યકત થતી રહી હતી. વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલીનો પણ પ્રત્યાઘાત હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ હવે થોડા દિવસ ચૂંટણી પરિણામની અટકળો આધારીત જ રહેવાની શકયતા છે અને અફડાતફડી રહી શકે છે. 

શેરબજારમાં આજે એશીયન પેઇન્ટસ, બજાજ ફાયનાન્સ, હિન્દાલકો, ઓલ ઇન્ડીયા, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્ર, એનટીપીસી, સ્ટેટ બેંક જેવા શેરોમાં સુધારો નોંધાયો હતો. જયારે ટીસીએલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ, ભારતી એરટેલ, નેસ્લે, એચડીએફસી બેંક, હિરો મોટો, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, મારૂતિ જેવા શેરોમાં  ઘટાડો હતો. 

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ પર પોઇન્ટના ઘટાડાથી 739પ3 સાંપડયો હતો જે ઉંચામાં 74189 તથા નીચામાં 7376ર હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 27 પોઇન્ટના સુધારાથી રરપર9 હતો જે ઉંચામાં રરપ91 તથા નીચામાં 22404 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj