જુનાગઢ, તા. 15
મધ્યપ્રદેશના સિંગોલીના કછુઆ ગામ પાસે બાલાજી મંદિરમાં ઉતરેલા જૈન સંતો ઉપર અમાનવીય અત્યાચાર કરવામાં આવેલ તેને જુનાગઢ સ્થાનિક જૈન સંઘ તિવ્ર નિંદા કરે છે આ અંગે સંઘના પ્રમુખ સંઘવી હીતેષભાઇના જણાવ્યા મુજબ જૈન સંતો ભગવાન મહાવીર સ્વામીએ જે કીધુ છે તે રીતે જીવન જીવે છે. સાબુથી કપડા ધોતા નથી, પગમાં પગરખા પહેરતા નથી, કોઇ પણ જાતના ઇલેકટ્રોનિક સાધનોનો ઉપયોગ કરતા નથી, લાઇટ-માઇક-પંખા વાપરતા નથી.
કોઇ સંસારીના ઘરે લગભગ ન ઉતરતા હોય તેથી મંદિરમાં પુજારીની રજા લઇને ઉતરેલા સંતોને ઢોર માર મારવા છતાં તેઓએ પોલીસ ફરીયાદ પણ નથી કરી, સંઘના આગેવાનોએ કરી છે આરોપીઓને કડક સજા થાય તેવી અમારી માંગણી છે તેમ જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy