ખાનગી કંપનીમાંથી થયેલ મશીન ચોરીનો ભેદ ઉકેલાયો

Local | Jamnagar | 28 April, 2025 | 01:10 PM
મશીન તથા મોટરકાર સહિત 8.78 લાખના મુદામાલ સાથે બે આરોપી ઝડપાયા
સાંજ સમાચાર

જામનગર તા.28:
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ પાસે આવેલ ખાનગી કંપનીમાંથી ચોરીની ઘટના સામે આવી હતી. જે પ્રકરણમાં સંડોવાયેલ 2 આરોપીઓને પોલીસે સર્વે કરવાનુ મશીન તથા સ્વીફ્ટ કાર સહિત રૂ.8,78000 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા, યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાને મેઘપર(પડાણા) પોલીસ મથકમાં બી.એન.એસ.2023 ની કલમ 331(3), 331(4), 305(એ) મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મામલે બાતમી મળી હતી. ચોરાઉ જમીન સર્વેનું મશીન ટોપકોન રીફ્લેક્ટ્રોલેસ ઈલેક્ટ્રોનીક્સ ટોટલ સ્ટેશન કંપનીનું મોડલ નં ૠખ-101 જેના સીરીયલ નં.ણછ002585 જેની કિ.રૂ.5,78000  મશીન આરોપીઓ વેચવા જઈ રહ્યા છે. 

આ મશીન લાલપુરથી વેચવા જવા નીકળવાની જાણ થતા જ પડાણા પાટીયા પાસે સર્વેલન્સ સ્ટાફ વોચમા હતા. તે દરમ્યાન બે શખ્સો સર્વેનું મશીન સ્વીફ્ટ કારમાં રાખી નીકળતા પોલીસે તેને રોકી પૂછપરછ કરી હતી. જેમા આરોપી દીનેશ ઉર્ફે દીલો પરબતભાઇ ચાવડા (ઉવ.29 ધંધો-પ્રા.નોકરી રહે-શેઢા ભારથર ગામ તા.જામ ખંભાળીયા જી-દેવભુમી દ્રારકા), અનીલ ઉર્ફે અનો લખમણભાઇ ગોજીયાર આ મશીન નવાગામ પાસે આવેલ ખાનગી કંપનીમાથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. 

જે સર્વેનું મશીન તથા મારુતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર કિ.રૂ.8.78,000 કબ્જે કરી, આરોપી દીનેશ ઉર્ફે દીલો પરબતભાઇ ચાવડા (ઉવ.29 ધંધો-પ્રા.નોકરી રહે-શેઢા ભારથર ગામ તા.જામ ખંભાળીયા જી-દેવભુમી દ્રારકા), અનીલ ઉર્ફે અનો લખમણભાઇ ગોજીયા (ઉવ.રર ધંધો-પ્રા.નોકરી રહે-મોવાણ ગામ વાડીવીસ્તાર તા.જામ ખંભાળીયા જી-દેવભુમી દ્વારકા) ઝડપાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj