જુનાગઢ, તા. 13
જુનાગઢ ભવનાથ મંદિર, મા અંબાજી મંદિર સહિતનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સતાધારના મહંતના પૂર્વાશ્રમના ભાઇએ તેના પર ગંભીર આક્ષેપો કરતા સતાધારની જગ્યા બાબતે વિવાદ શરૂ થતા ભાવિકોમાં નારાજગી જોવા મળી રહી છે. મહંતે પાયાવિહોણા ગણાવ્યા છે. આધાર પુરાવા રજુ કરવા પડકાર ફેંકયો છે.
સતાધાર મહંત વિજય ભગતના પૂર્વાશ્રમના મોટા ભાઇએ ભીડને નિયંત્રણ કરવા માર મારતા હોય, મંદિરમાં નાણાકીય વ્યવહારો તેમજ મહિલાના પ્રભુત્વ સહિતની બાબતો ગંભીર આક્ષેપો કરી મંદિરનો વહીવટ સરકાર હસ્તક કરી લેવાની માંગણી કરી છે.
પૂર્વાશ્રમના ભાઇએ કરેલા આક્ષેપો અંગે સતાધારના મહંત વિજયભગતના જણાવ્યા મુજબ રપ0 વર્ષ જુની છે. મેં ઘર છોડયુ તેને રપ વર્ષ થયા છે.તેની માનસિકતા પ્રલોભન વૃતિની છે. ઇર્ષાવૃતિ છે તે ખબર નથી, અહીં કરોડો રૂપિયા કેવી રીતે હોય તેના આક્ષેપો ખોટા તેમજ તેમનું વર્ચસ્વ ઉભુ કરવા, સમાજને ગેરમાર્ગે દોરવા અંગેના છે. તેને કંઇક લાલચ છે તેને શું લાલચ છે તે સમય જતા અમે આપીશું.
સતાધારની જગ્યાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે તેને ઉભો કરવામાં આવ્યો છે. તેનો કોઇ માર્ગદર્શક છે ? અગાઉ પણ જગ્યા પર કસોટી આપી હતી આ કસોટી નથી હેરાનગતિ છે. ચારિત્ર અંગે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની પાસે કોઇ પ્રુફ હોય તો લઇ આવે.
તે મારા પૂર્વાશ્રમનો ભાઇ છે તે પાયા વગરના આક્ષેપો કરી રહ્યા છે તે કયારેય સતાધારમાં નાળીયેર લઇને દર્શન કરવા આવ્યો નથી સતાધારની જગ્યા બાબતે શા માટે ડખ્ખો કરવો જોઇને તેને માર માર્યાની વાત ઉપજાવી કાઢેલી છે અને ખોટી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy