નવી દિલ્હી: ભારત સામે 78 વર્ષથી લડી રહેલા પાકિસ્તાન માટે તેનુ અર્થતંત્ર સતત કથળતુ રહ્યું છે અને હવે તે પુરી રીતે વિદેશી લોન-દાન પર નભે છે તે સમયે પાકની જીડીપી કરતા ભારતના રાજયની જીડીપી વધુ હોવાનું ખુલ્લુ થયુ છે.
2004-05માં પાકની જીડીપી 132 બીલીયન ડોલર હતી અને તે સમયે આપણા તામિલનાડુની જીડીપી પાકની જીડીપી કરતા 37% જ હતી. જયારે મહારાષ્ટ્રની જીડીપી પાક કરતા 69% જ હતી.
હવે આજે મહારાષ્ટ્રની જીડીપી 490 બીલીયન ડોલર એટલે કે પાકથી પણ વધી ગઈ છે તો તામિલનાડુની જીડીપી અને પાકની જીડીપી લગભગ સમાન છે. પાકની જીડીપી 338 બીલીયન ડોલર છે તો તામિલનાડુની જીડીપી 329 બિલિયન ડોલર છે.
આમ પાકનું અર્થતંત્ર ભાજપના મહારાષ્ટ્ર કરતાપણ ઓછુ છે અને તામિલનાડુ જે રીતે આગળ વધી રહી છે. તેથી તે પાકની જીડીપી કરતા ઝડપથી આગળ વધી જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy