(આનંદ લાલ) સલાયા, તા.19
ત્રણસો વર્ષથી પણ પૌરાણિક છે સ્વયંભૂ પાળેશ્ર્વર મહાદેવનું મંદિર,પાંચ પેઢીથી કરે છે એકજ પરિવારના સભ્યો સેવા પૂજા દરરોજ એક લુહારની ગાય આ પહાળ પર આવી અને પોતાના આંચલ માંથી દૂધની ધારાવાહી કરતી હતી, જે જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ પ્રગટતા આ મંદિર પહાળ ઉપર હોઈ નામ પાળેશ્ર્વર મંદિર થયું
સલાયામાં આવેલ પૌરાણિક પાળેશ્વર મહાદેવ મંદિરે તારીખ 26.3.25 ના રોજ મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન સમસ્ત હિન્દુ સમાજના સાથ સહકારથી કરવાનું નક્કી કરેલ છે. જેમાં લઘુરૂદ્ર યજ્ઞ તેમજ બપોરે સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ફરાળી ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા એક મિટિંગનું આયોજન જલારામ મંદિરે કરાયું હતું .
જેમાં સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પાળેશ્વર મંદિર અંદાજિત 300 વર્ષથી પણ જૂનું હોવાનું જાણવા મળેલ છે. આ મંદિર એક પહાડ (પાળ) ઉપર આવેલ છે જેથી એમનું નામ પાળેશ્વર મહાદેવ પડ્યું હતું. આ મંદિરની વાત કરવામાં આવે તો આ પહાડ ઉપર વર્ષો પહેલા દરરોજ એક લુહારની ગાય આવીને ઊભી રહેતી અને એના આંચલ માંથી આપોઆપ દૂધની ધારાવાહી થતી.
આ ચમત્કાર જોઈ અને ત્યાં જોતા શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારથી ત્યાં પાળેશ્ર્વર મંદિરમાં મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં હાલ મહંત શ્રી પ્રવીણગિરિ પ્રેમગીરી ગૌસ્વામી પૂજા અર્ચના કરી રહ્યા છે.
એમની આ પાંચમી પેઢી હશે જે આ મંદિરની પૂજા અર્ચના કરે છે. આ મંદિર ઉપર અનેક મહાનુભાવોને પણ અતૂટ શ્રદ્ધા છે. અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા પણ અહીં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. હાલ મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ લાલ અને ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણીના માર્ગદર્શન હેઠળ જલારામ સેવા સમિતિ અને લોહાણા મહાજનના સભ્યો આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy