રાજકોટ,તા.17
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ તરીકે પ્રોફે.ઉત્પલભાઈ જોશીએ ચાર્જ સંભાળ્યા બાદ આજે યુનિ.ના વિભાગીય અધિકારીઓની સંકલન બેઠક યોજી રાજય સરકારના નવા એકટ અને સ્ટેચ્યુટસનો અમલ કરી સુવ્યવસ્થિત રીતે કામગીરી કરવા માર્ગદર્શન પુરૂં પાડેલ હતું.કુલપતિ ઉત્પલ જોશીએ સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા પધ્ધતિ સુદ્રઢ અને પારદર્શક બનાવવા અનુરોધ કર્યો હતો.
તેની સાથો સાથ નવા આયામો સિદ્ધકરી સૌરાષ્ટ્ર યુનિ.પુન: સિદ્ધિ મેળવે તે માટે સંયુકત પ્રયાસો કરવા તેમજ કાર્યની અગત્યતા, ચોકસાઈ, નિયમોનું પાલન અને વિદ્યાર્થીઓની અગ્રીમતા સાથે યુનિ.ના તમામ વિભાગોને કાર્ય કરવા તાકીદ કરી હતી.તેની સાથોસાથ યુનિ.માં મહત્તમ પ્રક્રિયા ડીજીટલાઈઝડ કરવા અને ઈ-સમર્થનો અમલ કરવા તાકીદ કરી કુલપતિ ઉત્પલ જોશીએ યુનિ.ની વેબસાઈટને યુઝર ફેન્ડલી બનાવી પુરતી માહિતી દર્શાવવા સરકારના COGENTપોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા તેમજ ટેકનોલોજી સાથે સંલગ્ન થવા ઉપરાંત નવા આયાતો સિદ્ધ કરવા માટે અધિકારીઓને જણાવેલ હતું.આ બેઠકમાં કુલસચિવ ડો.રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામક ઓડીટર, મુખ્ય હિસાબી અધિકારી નાયબ કુલસચિવ તેમજ યુનિ.ના વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
♦યુનિ. દ્વારા પીએચડી રજિસ્ટ્રેશન કાલથી પાંચ દિવસ ખોલાશે
♦યુ.જી.સી.નેટ-PET પાસ કરનારા જૂના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની છેલ્લીતક
રાજકોટ,તા.17
સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા પીએચડી-2024-25 માટે ભૂતકાળ માં લેવાયેલ UGC- NET/GSET તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની PET પાસ તથા તાજેતરમાં ડિસેમ્બર-2024 માં GEST પાસ કરેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માટે આવતીકાલ તા.18/1 થી 22/1 સુધી યુનિવર્સિટી નું PH.D. રજિસ્ટ્રેશન પોર્ટલ છેલ્લી તક ના રૂપમાં ખોલવામાં આવશે. પ્રથમ રાઉન્ડ ના અંતે જે તે વિષયમાં જગ્યાઓ ખાલી છે તેના માટે જ રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે આવતીકાલ સવારે 10.30 થી યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે.
હવે પછીથી પીએચ.ડી. માં UGC ના નવા નિયમ પ્રમાણે NET પાસ કરેલ હોય તેને જ એડમિશન આપવામાં આવશે. PET માન્ય રહેશે નહીં.તેમ યુનિ દ્વારા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy