ગોંડલમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર શખ્સ અને કારચાલક સામે ગુનો નોંધાયો

Crime | Gondal | 29 April, 2025 | 11:11 AM
ગોંડલ પોલીસે રાષ્ટ્રધ્વજને ખેંચી ઘા કરી દેનાર હિતેષ રાઠોડ અને થારના ચાલક સામે કાર્યવાહી કરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.29
ગોંડલમાં રવિવારે થયેલ ધમાસાણમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હતું. જે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર શખ્સ અને કારચાલક સામે પોલીસે ગુનો નોંધી બંને શખ્સોને પકડવા તજવીજ આદરી હતી.

ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જેઠુસિંહ ચૌહાણએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હિતેષ રમેશ રાઠોડ (રહે. ગોંડલ) અને મહિન્દ્રા થાર નં. જીજે-05-આરયુ-1200 ના ચાલકનું નામ આપતાં ગોંડલ પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને ગઈ તા.27 ના સુરતથી અલ્પેશ કથીરિયા અને તેની ટીમ ગોંડલ આવવાના હોય અને ત્યારે ગોંડલમાં શહેરીજનો તેનો વિરોધ કરવાના હોય જેથી તેઓ અન્ય સ્ટાફ સાથે આશાપુરા ચોકડી પાસે બંદોબસ્તમાં હાજર હતા ત્યારે ત્યાં અલ્પેશ કથીરિયાના કાફલામાં આવેલ મહિન્દ્રા થાર ગાડીને ત્યાં હાજર ટોળાએ અટકાવી હતી. 

તેમજ તે કારમાં બોનેટના ભાગ પાસે લગાવેલ રાષ્ટ્રધ્વને આરોપી હિતેષ રાઠોડે ખેંચીને કાઢી નાંખ્યો હતો અને નીચે ફેંકી દિધો હતો. જેથી રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરતાં તે શખ્સ સામે તેમજ થાર કારના ચાલકે પોતાની પાસે રાષ્ટ્ર ધ્વજ લગાવવાનો કોઈ વિશેસ અધિકાર ન હોવા છતાં રાષ્ટ્રધ્વજ પોતાની કારમાં લગાવતાં તેની સામે પણ ગુનો નોંધી બંને શખ્સોને પકડવા તજવીજ આદરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj