ઈમરાન હાશ્મીની લેટેસ્ટ ફિલ્મ ’ગ્રાઉન્ડ ઝીરો’ પચીસમી એપ્રિલે રિલીઝ થવાની છે ત્યારે હવે લાંબા સમય પછી તે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ઈમરાન ‘ગ્રાઉન્ડ ઝીરો’ સિવાયના તેના તેલસ્ટ પ્રોજેક્ટને કારણે પણ લાઇમલાઇટમાં આવ્યો છે.
હાલમાં ઇમરાન હાશ્મીએ પોતાની ફિલ્મ ’આવારાપન’ની સીક્વલની જાહેરાત કરી હતી અને હવે તેણે માહિતી આપી છે કે મારી હિટ ફિલ્મ ‘જન્નત’ની પણ સીક્વલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. મેચ-ફિક્સિંગની થીમવાળી ‘જન્નત’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે પણ લોકોને બહુ ગમી હતી.
‘આવારાપન’ની સીક્વલનું કામ 2025ના જુલાઈથી શરૂ થશે અને એને 2026ના એપ્રિલમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. ‘જન્નત’ની સીક્વલ વિશે વાત કરતાં ઈમરાને કહ્યું છે કે ‘આ સીક્વલ બનાવવામાં ટીમ કોઈ ઉતાવળ કરવા નથી માગતી, કારણ કે ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે.
જ્યારે અમને લાગશે કે અમારી પાસે મજબૂત અને જોરદાર સ્ક્રિપ્ટ છે ત્યારે સીક્વલનું કામ આગળ વધારવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે સીક્વલની વાર્તા મૂળ ફિલ્મની વાર્તા કરતાં પણ સારી હોય.’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy