ન્યૂયોર્ક: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગુરુવારે ઝકરબર્ગની નેટવર્થ 206.2 બિલિયનની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ વધારાએ ઝકરબર્ગને સંપત્તિના સંદર્ભમાં એમેઝોનના બેઝોસ કરતાં 1.1 બિલિયન ડોલર આગળ વધાર્યા છે અને એલોન મસ્ક પછી વિશ્વનાં બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યાં છે.
માર્ક ઝકરબર્ગ ગુરુવારે પહેલીવાર વિશ્વનાં બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યાં છે. સંપત્તિના મામલામાં તેને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડી દીધાં છે. મેટા પ્લેટફોર્મના શેરમાં સતત વધારાને કારણે આવું બન્યું છે. મેટાવર્સ અને એઆઈ પર ઝકરબર્ગના દાવ, જે શરૂઆતમાં મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવતો હતો.
તે તાજેતરનાં મહિનાઓમાં તેની સફળતા સાબિત થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગુરુવારે ઝકરબર્ગની નેટવર્થ 206.2 બિલિયનની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.
આ વધારો તે સંપત્તિની દ્રષ્ટિએ એમેઝોનના બેઝોસ કરતાં 1.1 બિલિયન આગળ છે. હવે આ મામલે માત્ર ટેસ્લાના એલોન મસ્ક જ તેમનાથી આગળ છે. જેમની સંપત્તિ ઝકરબર્ગ કરતાં લગભગ 50 અબજ ડોલર વધુ છે.
માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં વધારો થવાનું કારણ
એઆઇ ચેટબોટ્સના કારણે મેટા શેર્સમાં 23 ટકાનો વધારો થયો છે. કંપનીના શેર 582.77 ડોલરની સર્વકાલીન ઊંચાઈએ હતાં. મેટાએ ડેટા સેન્ટર્સ અને કમ્પ્યુટિંગ પાવર પર ભારે ખર્ચ કર્યો છે. ઝકરબર્ગ એઆઇ રેસમાં લીડ લેવા માટે કામ કરી રહ્યો છે.
કંપનીએ અન્ય લાંબા ગાળાનાં પ્રોજેક્ટ પર પણ કામ શરૂ કરી દીધું છે. આમાં ઓરિઅન ઓગમેન્ટેડ રિયાલિટી ચશ્માનો પણ સમાવેશ થાય છે, જેની જાહેરાત કંપનીએ ગયાં મહિને કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy