ધો.12 સાયન્સ અને ગુજકેટની માર્કસશીટનું વિદ્યાર્થીઓને શુક્રવારે કરાશે વિતરણ

Gujarat | Ahmedabad | 15 May, 2024 | 09:51 AM
બોર્ડ દ્વારા આજે જિલ્લા કક્ષાએ મોકલાશે માર્કસશીટ
સાંજ સમાચાર

અમદાવાદ,તા.15

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ તૈયાર કરી બુધવારના રોજ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે. જયાંથી 16 મેના રોજ સ્કુલોને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

ત્યારબાદ સ્કુલો દ્વારા 17 મે ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરાશે. અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે, જેથી તેમને પણ આગામી દિવસોમાં માર્કશીટ મળી રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ 9 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ માર્કશીટ વિતરણ અંગે હવે પછી જાહેરાત કરાશે તેમ જણાવાયું હતું. જો કે, હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટનું વિતરણ નકકી કરાયું છે.

આજે 15 મે ના રોજ શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ માર્કશીટ મોકલી આપવામાં આવશે. ત્યારબાદ શિક્ષણાધિકારી કચેરી દ્વારા 16 મે ના રોજ તમામ શાળાઓને માર્કશીટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે. શાળાઓએ જિલ્લાના નકકી કરવામાં આવેલા સ્થળેથી ધોરણ-12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ મેળવી લેવાની રહેશે.

માર્કશીટ મળ્યા બાદ શાળાઓએ સ્કુલ ખાતે જઈ ચકાસણી કર્યા બાદ 17 મે ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે.
આમ, 17 મે ના રોજ રાજયના તમામ વિદ્યાર્થીઓના હાથમાં ગુજકેટ અને ધોરણ-12 સાયન્સની માર્કશીટ આવી જશે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ગુજકેટમાં રાજયના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj