સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે મેઘમહેર: અડધાથી ચાર ઈંચ વરસાદ

Saurashtra | Rajkot | 11 June, 2024 | 11:39 AM
રાજુલામાં તોફાની વરસાદ સાથે પોલ ધરાશાયી: જેતપુર પંથકમાં નદી-નાળા વહેતા થયા: દુધીવદર ગામે દિવાલ ધરાશાયી : ગીર સોમનાથ જિલ્લાના સમુદ્રતટ વિસ્તારનાં ગામડાઓમાં હળવા ઝાંપટા: જેતપુરના મેવાસા ગામે અનરાધાર 4 ઈંચ વરસ્યો
સાંજ સમાચાર

રાજકોટ,તા.11

રાજયમાં ધીમે-ધીમે હવામાનમાં બદલાવ સાથે વરસાદનું જોર વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે અનેક જિલ્લાઓમાં હળવા તે ભારે વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીનાં શ્રીગણેશ કર્યા છે ગઈકાલે અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા વહેતા થયા હતાં. જેતપુરના હરિપર ગામે એક વૃદ્ધ પાણીમાં થયા હતાં.

જેતપુર:-
 હવામાન વિભાગ ની આગાહી મુજબ રાજકોટ જિલ્લાના વિરપુર, જેતપુર જામકંડોરણા સહિતના તાલુકા માં સવારથી અસહ્ય બફારા બાદ બોપર બાદ ધોધમાર વરસાદ નું આગમન થયું હતું,જેમાં વિરપુર સહિત વિરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે મેવાસા, જાંબુડી , કાગવડ, ખીરસરા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો,સાથે જ મેવાસા ગામે ભારે પવન સાથે ધોધમાર અંદજીત 4 ઈંચ જેવો વરસાદ વરસ્યો હોવાનું ગામ લોકોએ કહ્યું હતું,મેવાસા ગામે ધોધમાર વરસાદ ના પગલે શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા,સાથે જ મેવાસા થી હરિપર રોડ ઉપર વરસાદના પગલે એક છખઇ દ્વારા થોડા મહિના પહેલા 6 લખાણ ખર્ચે બનાવેલ દીવાલ  પણ ધરસાઈ થઈ હતી,સાથે મેવાસા થી હરિપર જવાના રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો પડ્યો હતો,રોડ ઉપર પાણી ફરી વળતા રોડની બંને બાજુ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય હતા,સાથે જ ધોધમાર વરસાદ વરસતા વાવણી કરેલ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી,અને વરસાદના લોકોને અસહ્ય બફારા માંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.હરિપર ગામે ખેતરેથી પરત ફરતા વૃદ્ધ પાણીમાં તણાયા હતાં.

ગીરસોમનાથ:-
ઉના ગીરગઢડા પંથક માં સમી સાંજ નાં સમયે અચાનક વાતાવરણ માં પલટો આવતા આકાશ માં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી વાતવરણ જોવા મળતું હોય તાલુકા નાં દરિયાઈ પટ્ટી વિસ્તાર માં આવેલ સીમર ગામમાં વરસાદ નું આગમન થતાં લોકો એ પણ આકરી ગરમી માંથી મહદઅંશે રાહત મળી હતી જ્યારે વરસાદી માહોલ વચ્ચે સનખડા ઊના આજુબાજુ નાં ગ્રામિણ વિસ્તારોમાં વરસાદ પડ્યા નાં એહવાલ મળી રહ્યા છે.

અમરેલી:-
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસતા નદી-નાળાઓમાં નવા નીર વહી ગયા છે. સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતાં.ધારી તાલુકાના તાળા ગામ સહિતના અનેક ગામો વરસાદ વરસતા રાવલ નદીમાં નવા નીર વહ્યા હતાં. ચલાલાના ઈગોરાળા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.રાજુલામાં પવનના સુસવાટા સાથે અનરાધાર વરસાદ વરસતા વીજપોલ અને ટાવર ધરાશાયી થયા હતાં. માંડરડી ગામે પાણી વહી ગયા હતા.જિલ્લાના અનેક તાલુકામાં વાવણી જોગ વરસાદ વરસ્યો છે.

જામ કંડોરણા:-
જામ કંડોરણાના જાદરા અને ધોળીદ્વાર ગામે ગાજવીજ સાથે વરસાદ વરસતા પાણી વહેતા થયા હતાં. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના 13 જિલ્લામાં વરસાદ વચ્ચે તેવી સંભાવના છે ચોમાસુ ઋતુનાં સતાવાર આગમન પૂર્વે સૌરાષ્ટ્રનાં હવામાનમાં બદલાવ સાથે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj