ગાંધીનગર ,તા.9
રાજ્ય સરકારે ચાર આઈએએસ ઓફિસરોને તેમના હાલની કામગીરી ઉપરાંત અન્ય વિભાગોના વધારાના ચાર્જ સુપરત કર્યાં છે. જ્યારે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના ડે. કમિશનર મેહુલ દેસાઈને ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનરની નવી જવાબદારી સોંપી છે.
અગાઉ આ જગ્યાએથી એમ.પી. પંડ્યાની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ના એમડી વિજયકુમાર ખરાડીને આગામી આદેશો સુધી ફિશરીઝ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
INDEXT-Bના એમડી કે.સી. સંપતને અધિક ઉદ્યોગ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે. કુટિર-ગ્રામીણ ઉદ્યોગ કમિશનર આર્થ્રો અગ્રવાલને ગુજરાત રાજ્ય હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પો.લિ.ના એમડીનો વધારાનો હવાલો સોંપાયો છે.
ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના સીઈઓ વી.આઈ. પટેલ મિશન ડિરેક્ટર, સ્વચ્છ ભારત મિશન (શહેરી), ગાંધીનગર અને મિશન ડિરેક્ટર, ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન, ગાંધીનગરની જગ્યાનો વધારાનો ચાર્જ સંભાળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy