રાજકોટ,તા.15
સૌરાષ્ટ્ર-કચ્છ સાથે રાજકોટ શહેરમાં આજે પણ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. સતત ગરમીમાં વધારો થતા ઠંડા પીણા-આઈસ્કીમ, સરબત, જયુસ, શેરડીના રસની ડિમાન્ડ વધી છે.
રાજકોટમાં આજે બપોરે મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ દર સાથે પવનની ગતિ સરેરાશ 14 કિ.મી.નોંધાઈ હતી બપોરે આકરા તાપ સાથે રાજમાર્ગો સુમસામ બન્યા હતાં ગઈકાલે અમદાવાદમાં 42.9 ડિગ્રી સાથે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જયારે વડોદરા 40.8, ભુજ 40.8, ડીસા 41.1, ગાંધીનગર 42.5, સુરત 40.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોધાયું હતું.સમગ્ર સૌરાષ્ટ્ર સાથે રાજકોટ શહેરમાં આજે બપોરે પારો 42 ડિગ્રીને પાર જતા અસહ્ય તાપથી જનજીવન પશુપંખીઓ પર અસર જોવા મળી હતી. બપોરના સમયે શહેરીજનોએ કામકાજ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું.42 ડિગ્રી સાથે શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy