(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 28
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખંપાળીયા ગામની સીમમાં ખાનગી માલિકીની જમીનોમાં થતી મોટાપાયે ખનીજચોરી ઉપર ડેપ્યુટી કલેકટરે રેડ કરતા વાહનો, સાધનો અને કાર્બોસેલ શહિતનો લાખો રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.ખનીજચોરી ખાનગી માલિકીની જમીનમાં થતી હોવાથી 6 શખ્સોની જમીનમાં મહેસુલી રાહે કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા ડેપ્યુટી કલેકટર થાન અને મુળી વિસ્તારમાં મોટાપાયે થતી ખનીજચોરી ઉપર સતત તવાઈ બોલાવી રહ્યા છે.ત્યારે મૂળી તાલુકાના ખંપાળીયા ગામની સીમમાં ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાએ ટીમ સાથે રેડ કરી હતી.રેડ દરમ્યાન ખાનગી માલિકીની જમીનમાં મોટાપાયે કાર્બોસેલની ખનીજચોરી થતું હોવાનું સામે આવ્યું હતું.
6 શખ્સોની ખાનગી માલિકીની જમીનમાં ઉંડા કુવા ખોદી કાર્બોસેલની ખનીજચોરી કરતા સમયે રેડ દરમ્યાન એક ટ્રેકટર,સાત લોખંડની ચરખીઓ,11 મોટા લોખંડના બકેટ,એક કમ્પ્રેશર અને કુવામાંથી કાઢેલો 200 મેટ્રિકટન કાર્બોસેલ શહિત 30 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી લાખો મોટાપાયે ખનીજચોરી ઝડપી લીધી હતી.
બીજી તરફ્ આ ખનીજચોરી કલેકટરની પૂર્વ મંજૂરી વગર ખોદકામ કરી ખાનગી માલિકીની જમીનમાંથી કરેલી હોવાથી આ 6 શખ્સો સામે મહેસુલી રાહે શરતભંગ,7-12 માં બોજો શહિતની કાર્યવાહી પણ કરવાનું ડેપ્યુટી કલેકટરે જણાવ્યું હતું.આમ ખનીજચોરી ઉપર સતત તવાઈ બોલાવતા ભારે ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy