રાજકોટ, તા.23
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારે માવઠાની આગાહી વચ્ચે ગઇકાલે સાંજે રાજકોટ, ચોટીલા, ગોંડલ પંથકમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું. રાજકોટમાં રેસકોર્સ સહિતના રસ્તે બે મોટા હોર્ડિંગ્ઝ પડયા હતા. તો શહેરમાં 53 વૃક્ષ પડી ગયા એટલો પવન ફુંકાયો હતો. સ્ટેટ કંટ્રોલ રૂમમાં રાજકોટમાં અઢી ઇંચ (66 મીમી) વરસાદ નોંધાયો હતો.
અમરેલી, જામનગર જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ પડયો હતો.
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની સાથે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગઇકાલે સૌરાષ્ટ્ર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ અને રાજકોટ પંથકમાં મિનિ વાવાઝોડાની માફક પવન ફૂંકાતા અનેક સ્થળો પર નુકસાનીના દૃશ્યો સામે આવ્યા હતા.
તો બીજી તરફ અમરેલી અને ચોટીલામાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે ગોંડલમાં બિલ્ડીંગના બારીના કાચ તૂટયા હતા. તો રાજકોટમાં વૃક્ષઓ અને મહાકાયી હોર્ડિંગ્ઝ ધરાશાયી થયા હતા. વડિયામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.
રાજકોટમાં ગઇકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરભરમાં વાવાઝોડા જેવો માહોલ છવાઈ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા 53 વૃક્ષો ધરાશાઈ થયા હતા. બે જગ્યાએ હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા.
રાજકોટમાં ગઇકાલે અસહ્ય બફારા બાદ સાંજે ગાજવીજ સાથે અને વરસાદ વરસ્યો હતો. દોઢસો ફૂટરીંગરોડ અને રેસકોર્સ રોડ પર વિશાળકાય હોર્ડીંગ બોર્ડ ધસી પડતા મોટી જાનહાનિ સ્હેજમાં અટકી હતી.
ફાયરબ્રિગેડ સ્ટાફ,પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. બજારોમાં લગાવેલા બોર્ડ-બેનર્સ ઉડયા હતા.મવડી વિસ્તારમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા પાણી ભરાયા હતા. ધમધમતી વગડ ચોકડીએ ખોદાયેલા રસ્તા પર પાણી પડતા મોટરકારો સહિત વાહનોના વ્હીલ ખુંપી ગયા હતા.વોર્ડ નં.13માં પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો.
લીલાખા નવાગામમાં બપોર વછી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બં ઇંચ જેટલો પડી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી માવઠાના કારણે ખેતીપાકને ભારે નુકશાન પહોચ્યું છે.
વડીયા
સમગ્ર રાજ્યમાં હાલ ત્રણ દિવસ માવઠા રૂપી વરસાદી માહોલ સર્જવાની આગાહી છે ત્યારે આગાહી ના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા એવા વડિયા વિસ્તાર માં ઢળતી સાંજે વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ થી વડિયાની મુખ્ય બજારોમાં પાણી પાણી થઇ ગયુ હતુ.
તો વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા રામપુર તોરીમાં કરા સાથે વરસાદ પડ્યાના વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા.વડિયામાં ભારે પવન સાથેના વરસાદ થી ગ્રામપંચાયત પાસે આવેલા વર્ષો જુના લીમડાના વૃક્ષ ધરાશય થયા છે તો વીજપોલ અને સોલાર પેનલોને પણ ભારે નુકશાન થયાના સમાચાર સોશ્યલ મીડિયામાંથી પ્રાપ્ત થઇ રહ્યા છે.
વડિયામાં ઢળતી સાંજે મેઘરાજા એ ભારે પાવન, વીજળીના કળાકા ભળાકા સાથે પારાવાર મુશ્કેલીઓ વડિયા સર્જી હતી.ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક લોકોના જીવ તાળવે ચોંટતા જોવા મળ્યા હતા.
દેવભૂમિ દ્વારકા
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને ચક્રવાતની રચના અંગે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં માછીમારોને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવવા સાથે દરિયા દરિયો તોફાની બનવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આને અનુલક્ષીને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને અનુલક્ષીને એક સંદેશ જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં દરેક માછીમારોએ ચક્રવાત જેવા પવન ફૂંકાવાની સંભાવનાને ધ્યાને લઈ અને દરિયો ન ખેડવા તેમજ દરિયામાં રહેલા માછીમારોને તુરત જ દરિયાકાંઠે સલામત સ્થળે પહોંચી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં સતત બફારો અને ગરમીનું પ્રમાણ વધેલ હતું. જિલ્લાના એક માત્ર જામજોધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તોફાની પવનની સાથે એકથી દોઢ ઇંચ વરસાદ પડયાનાં અહેવાલો મળી રહ્યા છે આ વરસાદના લીધે અનેક નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી.જોકે આ વરસાદ ખેડૂતોના ઉનાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે કંટ્રોલરૂમમાં આ વરસાદ અંગે જામજોધપુરમાં નિલ રિપોર્ટ હોવાનું જાણવા મળે છે.
♦ગોંડલમાં મીની વાવાઝોડા સાથે તોફાની પોણો ઇંચ વરસાદ : વીજળી પડતા વેજા ગામે પ્રૌઢે જીવ ગુમાવ્યો, કોટડાસાંગાણીમાં 10 ઘેટાના પણ મૃત્યુ
♦રામોદ-સતાપર સહિતના વિસ્તારોમાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી : મોટુ નુકસાન
ગોંડલ, તા.23
ગોંડલ-કોટડાસાંગાણી વિસ્તારમાં ગઇકાલે સાંજે વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ વરસાદ ખાબકી પડયો હતો જેમાં મીની વાવાઝોડા સાથે ગોંડલમાં તોફાની પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ દરમિયાન વેજા ગામે વીજળી પડતા પ્રૌઢનું મોત નિપજયેલ હતું જયારે કોટડાસાંગાણીમાં પણ વીજળી પડતા 10 ઘેટાના મોત નિપજેલ હતા.
ગોંડલમાં ગઇકાલે દિવસભર નાં અસહ્ય બફારા બાદ સાંજે પાંચ કલાકે વાતાવરણ પલટાયુ હતુ.મીની વાવાઝોડા સાથે ભારે પવન ફુંકાયો હતો અને તોફાની વરસાદ ત્રાટકતા માત્ર દશ મીનીટ માં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.તાલુકાનાં વેજાગામે વિજળી પડતા પ્રૌઢનું મોત નિપજ્યુ હતુ.
ગોંડલમાં મીની વાવાઝોડાનાં કારણે તુલસીબાગ,મહાદેવવાડી, મહીલાકોલેજ,પેલેસ રોડ સહિત અન્ય વિસ્તારોમાંમાં તોતીંગ વૃક્ષો ધરાશય થયા હતા.સિવિલ હોસ્પીટલ પાસે વિજ થાંભલો પડી ગયો હતો.અનેક જગ્યાએ વિજ વાયર તુટતા વિજ પુરવઠો ખોરવાતા શહેરમાં અંધકાર પટ છવાયો હતો.
મોડી રાત સુધી શહેરનાં કેટલાક વિસ્તારમાં વિજપુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. વાવાઝોડા અને વરસાદને કારણે નગરપાલિકા તથા પીજીવીસીએલ તંત્ર ને દોડાદોડી થઈ પડી હતી.વરસાદ વસસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા.તાલુકા નાં વેજાગામ ની સીમમાં વાડી માં કામ કરી રહેલા મુળ રાજસ્થાન નાં શંકરસિંહ હજારીસિંહ ચૌધરી ઉ.48નું વિજળી પડતા મોત નિપજ્યુ હતુ.
તેમજ કોટડાસાંગાણીના વાદીપરા ગામની સીમમાં વીજળી પડતાં 10 ધેટાંના મુત્યુ પામેલ હતા. ટીસી ઉપર વીજ પડેલ અને વાદીપરા ગામમાં અને સીમમાં વીજળી પુરવઠો ખોવાઈ ગયેલ હતા.
પંથકના સવારથી ગરમી અને ઉકરટ ભારે તપમાનથી ઉકરાટ મા સાંજના સમયે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને ગરમીમાં રાહત થયેલ ગામોમાં ભારે વરસાદ પડેલ અને રામોદ ગામે વૃક્ષો અને પીજીવીસીએલના થાંભલાઓ ધરાશાય થયેલ હતા સતાપર ગામે પણ વૃક્ષો ધરાશાયી થયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy