(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 9
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વાદળછાયું વાતાવરણ પણ વરસાદ થયો ન હતો. જિલ્લામાં આખો દિવસ તપ્યા બાદ સમીસાંજે વઢવાણમાં10 મીમી વરસાદ થયો હતો. પરંતુ 1 દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી તાપમાન વધી જતાં ગુરૂવારે લઘુતમ તાપમાન 22.2 અને મહત્તમ 35.5 ડિગ્રી નોંધાયું હતું.
હવાની ગતિ 10 કિમી અને ભેજ 81 ટકા નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં આગઝરતી ગરમી વચ્ચે અચાનક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસર વચ્ચે જિલ્લામાં સતત વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ગુરૂવારે પણ જિલ્લામાં સવારથી સાંજ સુધી વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનો પારો ઊંચકાયો હતો.
આખો દિવસ બફારો રહ્યા બાદ જિલ્લામાં વઢવાણ ખાતે 10 મીમી વરસાદ થયો હતો. જ્યારે અન્ય તાલુકા કોરા રહ્યા હતા. ગુરૂવારે લઘુતમ તાપમાન 22.2 અને મહત્તમ 35.5 ડિગ્રી નોંધાયું હતું. હવાની ગતિ 10 કિમી અને ભેજ 81 ટકા નોંધાયો હતો. હાલ જિલ્લામાં આજે 9 તારીખે પણ વરસાદી વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy