(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.15
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રવિવારે અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠાના પીપાવાવ, શિયાળબેટ અને ચાંચ બંદર, છતડીયા, કડીયાળી, મિતિયાળા બંધારા સહિતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લાના શિયાળબેટ સહિતના દરિયાઈ વિસ્તારમાં પણ નાગરિકોને મીઠા જળની વ્યવસ્થાનો સંકલ્પ ગુજરાત રાજ્ય સરકારે સાકાર કર્યો છે. અને છેવાડાના વિસ્તારોમાં પણ નિર્મળ જળ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે, તેમ મંત્રીએ જણાવ્યુ હતુ.
આ ઉપરાંત તેઓએ છતડીયા, કડીયાળી, મિતિયાળા બંધારા, પીપાવાવ ખાતેના પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત લીધી હતી. અને પાણી પુરવઠાને લગતી કામગીરી સંદર્ભે મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી. અને આ વિસ્તારના નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ વિસ્તારમાં જળ વિતરણની કામગીરી અંગે મંત્રીશ્રીએ વિગતો મેળવી હતી. મંત્રીશ્રીએ સ્થાનિકોની વિવિધ રજૂઆતો સાંભળી હતી.
આ કાર્યક્રમમાં સાથે પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, કાર્યપાલક ઈજનેર વાજા, સિંધવ, ભાજપ અગ્રણી રવુભાઈ ખુમાણ, પદાધિકારી, અધિકારી, કર્મચારી અને સ્થાનિક અગ્રણી અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જાફરાબાદ તાલુકા શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર આવેલ હોવાથી બોટ મારફતે શિયાળ બેટ ગામમાં પહોંચી ગામમાં માત્ર છકડો રીક્ષા હોવાથી અધિકારીઓ મંત્રી સહીત શિયાળ બેટમાં છકડો રિક્ષામાં ફરતા જોવા મળ્યા હતા અને ગ્રામજનો સાથે આ રીતે મુલાકાત કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy