કેન્દ્રમાં સરકાર ભલે સાથીપક્ષોના સહારે ચલાવવાની મજબુરી હોય પણ

મોદી અડીખમ! ખાતા ફાળવણીમાં સાથીપક્ષોનું દબાણ ન ચાલ્યુ

India, Politics, Lok Sabha Election 2024 | 11 June, 2024 | 11:19 AM
► પ્રથમ કેબીનેટ બેઠકમાં સ્પષ્ટ સંદેશ-‘કામ કરો અથવા રસ્તો છોડો’: ડેડલાઈનમાં કામગીરી કરવી જ પડશે
સાંજ સમાચાર

► હવે ટુંકાગાળામાં પ્રધાનમંડળનાં વિસ્તરણ કે ફેરફારની સંભાવના ન હોવાનો ગર્ભિત ઈશારો

નવી દિલ્હી તા.11
કેન્દ્રમાં સતત ત્રીજી ટર્મ માટે સતારૂઢ થયેલી મોદી સરકારે ખાતાઓની ફાળવણી જાહેર કરી દીધી છે. સાથીપક્ષોનાં સહારે-ગઠબંધન સરકાર હોવા છતાં ખાતા ફાળવણીમાં સહયોગીઓનું કોઈ દબાણ સામે આવ્યુ નથી. ગૃહ-નાણાં-વિદેશ-સંરક્ષણ-માર્ગ પરિવહન જેવા તમામ મોટા ખાતાઓ ભાજપે પોતાના હસ્તક જ રાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પ્રધાનોને ડેડલાઈનમાં કામ કરવાનો સ્પષ્ટ મેસેજ પણ આપી દીધો છે.

કેન્દ્રીય કેબીનેટની રચનામાં કોઈ સરપ્રાઈઝ ન રહ્યું તેમ ખાતા ફાળવણીમાં પણ કોઈ આશ્ચર્ય જણાયુ નથી. ભાજપના સિનિયર-અનુભવી સાંસદોના ખાતા યથાવત જ રાખવામાં આવ્યા છે.ગઠબંધન સરકાર હોવા છતાં મોટા-મહત્વનાં ખાતાઓ વિશે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી અને ભાજપે તે પોતાના હસ્તક જ રાખ્યા છે.

રાજકીય સુત્રોના કહેવા પ્રમાણે ખાતા ફાળવણીમાં સાથી પક્ષોનું કોઈ દબાણ કામ કરી શકયુ નથી. રેલવે જેવા મહત્વના ખાતા જેડીયુ જેવા નિર્ણાયક સાથીદાર પક્ષે માંગ્યા હોવાથી અગાઉ ચર્ચા હતી પરંતુ ભાજપ દ્વારા માંગ સ્વીકારાય નથી.

જોકે નાગરીક ઉડ્ડયન જેવુ મહત્વનું મંત્રાલય ટીડીપી સાંસદને અપાયાની અલગ વાત છે. જેડીયુનાં લલનસિંહને પંજાબની રાજ-ડેરી મંત્રાલય તથા જેડીએસનાં એચ.ડી.કુમાર સ્વામીને ભાગે ઉદ્યોગ મંત્રાલય અપાયું છે.

 જેડીયુની નજર રેલ્વે મંત્રાલય પર હતી પરંતુ તેમાં ચાલી રહેલા નીતીગત બદલાવોને ધ્યાને રાખીને વડાપ્રધાને વિશ્વાસુ અશ્વીની વૈષ્ણવને જ ફરી હવાલો સોંપાયો છે એટલુ જ નહિં તેમને પ્રમોશન અપાયવુ હોય તેમ આઈટી અને સુચના મંત્રાલય પણ તેમને સોંપાયુ છે. મહારાષ્ટ્ર શિવસેનાનાં એકનાથ શિંદે નારાજ છે પરંતુ તેઓને સ્વતંત્ર હવાલા સાથે આયુષ મંત્રાલય સોંપાયું જ છે.

સુત્રોએ કહ્યું કે ભલે સહયોગી પક્ષોના સહારે જ સરકારની મજબુરી હોય છતા અવાસ્તવિક માંગો સામે નહિં ઝુકવાનું ભાજપે સ્પષ્ટ કરી જ દીધુ છે અને એટલે ખાતા ફાળવણીમાં કોઈ દબાણ માલુમ પડયુ નથી.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ કેબીનેટ બેઠકમાં કામ કરવાની સ્ટાઈલ પણ સ્પષ્ટ કરી દીધુ હતું. ‘કામ કરો અથવા માર્ગ છોડો’જેવો, ગર્ભિત સંદેશો પણ આપી દીધો હતો. ટારગેટ મુજબનું કામ નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતું અને 100 દિવસના કામકાજની સમીક્ષા કરવામાં આવશે તેવુ જણાવી દેવાયું હતું.

સુત્રોના કહેવા પ્રમાણે હવે ટુંકાગાળામાં કેબીનેટ વિસ્તરણની કોઈ સંભાવના નથી અને આવતા એક વર્ષ બાદ પ્રધાનોની કામગીરી ચકાસી સમીક્ષા કરીને બદલાઈ થઈ શકશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj