નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારને વકફ સંશોધન ખરડો સંસદમાં મંજુર કરાવવામાં જે સફળતા મળી પછી હવે યુનિફોર્મ સિવિલ કોડ પણ દેશભરમાં લાગુ કરાવવાની તૈયારી કરી રહી છે.
હાલ ઉતરાખંડમાં આ સમાપન નાગરિક ધારો લાગુ છે અને ગુજરાતમાં તે અંગેની પ્રક્રિયા ચાલુ છે પણ માનવામાં આવે છે કે ધારાસભા ચૂંટણીના એક મોટા રાઉન્ડ બાદ 2029 પુર્વે મોદી સરકાર દેશભરમાં સમાન સિવિલ કોડ લાગુ કરી દેશે.
મોદી સરકાર આ માટે લોકસભામાં તેના સ્થાને સાથીપક્ષોની બેઠકો વધે તે નિશ્ચિત કરી રહી છે. તેની તામિલનાડુમાં અન્નાડીએમકેને સાથે લીધુ તેની રાજયસભામાં 4 બેઠકો છે અને વધુ રાજયોમાં વિધાનસભા ચૂંટણીઓ જીતીને તે બાદ રાજયસભામાં બેઠકો વધે તે વ્યુહ અપનાવશે.
સમાન નાગરિક પાસે દેશમાં તમામ ધર્મોના વ્યક્તિગત કાનૂનોનું સ્થાન લેશે જેથી પર્સનલ લો બોર્ડ- શરીયત- ઉપલા ક્રિશ્ચીયન મેરેજ એકટ હિન્દુ મેરેજ એકટ વિ. પણ ખત્મ થશે.
સમાન નાગરિક ધારો લાગુ કરવાથી જે પ્રશ્નો ઉભા થાય તેનો રાષ્ટ્રીય કક્ષાએ ઉકેલ મળી રહે તેથી હાલ ભાજપ પોતાના શાસનના રાજયોમાં તેનો અમલ કરી રહ્યું છે. જેથી કાનૂની મુદાઓ જે અદાલતમાં જાય તેનો પણ ઉકેલ મળી રહે. આમ મોદી સરકાર બહુ વ્યુહાત્મક રીતે આગળ વધી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy