યમુનાનગર (હરિયાણા),તા.15
રામ કશ્યપ નામના એક વ્યકિતએ વર્ષ 2009માં સંકલ્પ કર્યો હતો કે જયાં સુધી નરેન્દ્ર મોદી (તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી) દેશના વડાપ્રધાન નહી બને અને વ્યકિતગત મુલાકાત નહીં કરે ત્યાં સુધી તે પગમાં જૂતા નહીં પહેરે.
આજે જયારે વડાપ્રધાન મોદી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે. ત્યારે ખુદ વડાપ્રધાન મોદીને આ બાબતની જાણ થતા રામપાલ કશ્યપને યમુનાનગરમાં મળવા બોલાવ્યો હતો.
એટલુ જ નહીં પણ ખુદ વડાપ્રધાન મોદીએ રામપાલ કશ્યપને જૂતા પહેરાવી આગવી રીતે સન્માન્યા હતા. 14 વર્ષ સુધી રામપાલ કશ્યપ જૂના વિના ચાલતા હતા. મોદીએ ભાવુક થઈને રામપાલ કશ્યપને કહ્યું હતું.
આજથી જૂતા પહેરતા રહેજો, ઉઘાડા પગે ન રહેશો, હવે ખુદને કષ્ટ ન આપતા. વડાપ્રધાને તેના શુભેચ્છકને કહ્યું હતું કે સમાજ સેવા અને રાષ્ટ્રના નિર્માણમાં જોડાયેલા રહો. ઉલ્લેખનીય છે કે રામપાલ કશ્યપ કૈથલના છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy